આપણું ગુજરાત

સુરત એરપોર્ટ પરથી એક વર્ષમાં ૧૩ લાખથી વધુ પેસેન્જરની અવરજવર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત એરપોર્ટ પરથી છેલ્લા એક વર્ષમાં ૧૩ લાખથી વધુ પેસેન્જરોએ અવરજવર કરી છે. જેમાં સૌથી વધુ ડિસેમ્બર ૨૦૨૩માં ૧.૩૦ લાખથી વધુ મુસાફરો નોંધાયા હતા. ત્યારે આ વર્ષે રેકોર્ડ તૂટે તેવી શક્યતા જોવાઇ રહી છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૩ના ૧૨ મહિનામાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ ૧૩,૦૩,૨૭૧ પેસેન્જરની અવરજવર રહી હતી. વર્ષ ૨૦૨૩માં સુરત એરપોર્ટ પર ૧૨,૪૫,૩૨૧ ડોમેસ્ટિક અને ૫૭,૯૫૦ ઈન્ટરનેશનલ પેસેન્જર મળી કુલ ૧૩,૦૩,૨૭૧ પેસેન્જર નોંધાયા હતા. ૨૦૨૩નાં વર્ષમાં સુરત એરપોર્ટ પર કુલ ૫,૩૪૦ મેટ્રિક ટન કાર્ગોની હેરફેર રહી હતી. સૌથી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટનેશનલ પેસેન્જર વર્ષના અંતિમ મહિને ડિસેમ્બરમાં નોંધાયા હતા. જેમાં ડિસેમ્બરમાં સર્વાધિક ૧,૨૨,૪૫૧ અને ૭,૭૯૨ ઈન્ટરનેશનલ પેસેન્જરની અવરજવર રહી હતી. ડિસેમ્બરમાં ૪૦૧ મેટ્રિક ટન કાર્ગોની પણ હેરફેર થઈ હતી. વર્ષ ૨૦૨૩માં ૧૩,૨૬૨ ડોમેસ્ટિક અને ૩૬૭ ઈન્ટરનેશનલ ફલાઈટની મૂવમેન્ટ રહી હતી. ૧૭ ડિસેમ્બરથી એરઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા અઠવાડિયામાં ચાર દિવસ દુબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ સુરત એરપોર્ટ પરથી ૨૦૧૯માં ૧૫ લાખ પેસેન્જરની અવરજવરનો વિક્રમ બન્યો હતો. જે ૨૦૨૪માં તૂટે તેમ માનવામાં આવી રહ્યું છે. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન તેમજ દુબઈની ફ્લાઈટ શરૂ થવાને કારણે ડિસેમ્બર, ૨૦૨૩માં સુરતમાંથી ૧.૩૦ લાખ પેસેન્જરની અવરજવર રહી હતી. હજુ પણ વધુ કનેક્ટિવિટી મળવાની શક્યતાના પગલે પેસેન્જર વધુ નોંધાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો