આપણું ગુજરાત

ગુજરાતમાં કેટલા સ્ટાર્ટઅપ્સને મળી છે માન્યતા? અમદાવાદમાં છે સૌથી વધુ સંખ્યા!

અમદાવાદ: દેશમાં વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”ની પહેલ કરી હતી. દેશમાં 8 જાન્યુઆરી 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા 1.50 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં 12,779 જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે.

સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં વધારો ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 33 ગણા વધારા સાથે સ્ટાર્ટઅપ્સની સંખ્યા 4200થી વધીને 1,54,719 જેટલી થઈ છે. આ ઉપરાંત ભારત કુલ 118 યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું છે. વધુમાં સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ રૂ. 450 બિલિયન ડોલરથી વધુનું થયું છે તથા સહાયક સ્ટાર્ટઅપ નીતિઓ ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા 31 જેટલી થઈ છે. 2024માં ગુજરાતના 12500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંતર્ગત ડિસેમ્બર 2024 સુધીમાં ગુજરાતના 12500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી હતી. હાલમાં અમદાવાદમાં 5269 સુરતમાં 1903 વડોદરામાં 1344 રાજકોટમાં 1172 ગાંધીનગરમાં 601 જેટલા સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હેલ્થકેર અને લાઇફસાયન્સમાં 1343 આઇટી સેવાઓમાં 1186 તથા કૃષિમાં 819 જેવા ટોચના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

Also read:વાઈબ્રન્ટ ગુજરાતઃ ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની નીતિને કારણે આટલા પેટન્ટ થયા છે

રાજ્યના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 5 ડિસેમ્બર 2023ના રોજ “ગુજરાત સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)” સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. 60 કરોડથી વધુ ખર્ચે બનાવવામાં આવેલા i-Hub સેન્ટર 1.50 લાખ ચોરસ ફૂટના વિસ્તાર સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં 700થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button