આપણું ગુજરાત

ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૧૨ લાખથી વધુ લોકોને કૂતરાં કરડ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં રખડતાં કૂતરાઓ જાહેર રોડ પર અડિંગો જમાવીને બેસે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૨,૫૫,૦૬૬ લોકોને કૂતરાં કરડવાની ઘટના બની છે.

ગુજરાત વિધાનસભાની પ્રશ્ર્નોત્તરીમાં અમદાવાદના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ૩૧ માર્ચ ૨૦૨૩ ની પરિસ્થિતિએ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં ક્યા પ્રકારનાં પ્રાણીઓ કેટલા નાગરિકોને કરડવાના બનાવો સામે આવ્યા છે, જેમાં રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ સુધીના આંકડા જાહેર કર્યા હતા જેમાં સૌથી વધુ અમદાવાદ મનપા વિસ્તારમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં ૪૬,૪૩૬ વર્ષ ૨૦૨૧-૨૨ માં ૫૦,૩૯૭ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં ૬૦૩૩૦ નાગરિકોને કૂતરાં કરડયાં હોવાની ઘટના સામે આવી છે આમ ફક્ત અમદાવાદ મનપા વિસ્તારમાં ત્રણ વર્ષમાં ૧,૫૭,૧૬૩ નાગરિકોને કૂતરાંએ કરડી ખાધા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં આઠ નગરિકોનાં મૃત્યુ પણ થયા છે. રાજકોટ મનપામાં ૩૯૬૨, સુરત મનપામાં ૨૦,૬૦૯, વડોદરા મનપામાં ૭૧૬૬, જૂનાગઢ મનપામાં ૬૧૦૮, જામનગર મનપામાં ૧૧,૩૨૬, ગાંધીનગર મનપામાં ૫૨૨૨ શહેરમાં કૂતરાઓ કરડ્યાં છે. જ્યારે સૌથી વધુ જિલ્લામાં કૂતરાઓ કરડ્યા હોય તે જિલ્લામાં આણંદ ૨૭,૬૦૫, ગાંધીનગર ૧૯૮૭૪, જૂનાગઢ ૨૫,૫૨૮, ખેડા ૨૪,૩૩૩, મહેસાણા ૨૦,૯૯૪ સહિતના જિલ્લાઓમાં રખડતાં કૂતરાં રાહદારીઓને કરડ્યા છે.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker