આપણું ગુજરાત

અમદાવાદથી બેંગલૂરું જવા વધુ બેફ્લાઇટ ૧૫મી માર્ચથી શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરથી છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક ઉપરાંત આંતરરાષ્ટ્રીય અનેક ફ્લાઇટ શરૂ કરી અનેક શહેરોના એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળી છે. ખાનગી એરલાઇન્સ દ્વારા અમદાવાદથી બેંગલૂરુંની સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.

અમદાવાદથી બેંગલૂરુંની મૂળ ભારતની એરલાઇન્સ દ્વારા દરરોજની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૫મી માર્ચ ૨૦૨૪થી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી બેંગલૂરુંના કેમ્પેગૌડા એરપોર્ટ સુધી દરરોજ સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. અમદાવાદથી બેંગલૂરુંની સીધી ફ્લાઇટ શરૂ થતા અનેક લોકોને ફાયદો થશે. એરલાઇન્સ દ્વારા ૧૫ માર્ચ ૨૦૨૪થી શરૂ કરવામાં આવનાર ડેઈલી ફ્લાઇટનું એક વખતનું ભાડું રૂ. ૬૧૯૯થી શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદથી બેંગલૂરું અને બેંગલૂરુંથી અમદાવાદની ડાઇરેકટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં મુસાફરોને ખૂબ ઉપયોગી બની રહી છે. તેથી વધુ એરલાઇન્સ દ્વારા પણ અમદાવાદથી બેંગલૂરું અને બેંગલૂરુંથી અમદાવાદની દરરોજ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. હ
ાલમાં અમદાવાદથી બેંગલૂરું જવા માટે દરરોજ કુલ છ સીધી ફ્લાઇટ છે. ૧૫મી માર્ચ ૨૦૨૪થી શરૂ કરવામાં આવનાર અમદાવાદથી બેંગલૂરું અને બેંગલૂરુંથી અમદાવાદની દરરોજ બે ફ્લાઇટ શરૂ થતા દરરોજ અમદાવાદથી બેંગલૂરું જતી કુલ આઠ ફ્લાઇટ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો