PMJAYમાંથી વધુ 15 હૉસ્પિટલ કરવામાં આવી સસ્પેન્ડ, જૂઓ લિસ્ટ

અમદાવાદઃ ખ્યાતિ કાંડ પછી પીએમજેએવાય યોજનાનો ખોટી રીતે લાભ લેતી હૉસ્પિટલો સામે સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવામાં નિયમોની ઐસી તૈસી કરતી 15થી વધારે હૉસ્પિટલને સસ્પેન્ડ કરરવામાં આવી છે. ખ્યાતિકાંડ બાદ અત્યાર સુધીમાં 22 જેટલી હૉસ્પિટલોને મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
અમદાવાદની શિફા હૉસ્પિટલની મા યોજનામાંથી પીડિયાટ્રિક મેડિકલ મેનેજમેન્ટ એન્ડ ન્યોનેટલ કેર સેવા રદ્દ કરવામાં આવી છે. એન્ટી ફ્રોડ યુનિટની તપાસમાં કેટલીક બેદરકારી સામે આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસુતિ સારવારના નાણામાં ચેડાં, ક્લેઇમમાં છેડછાડ, આઈસીયુમાં જરૂરી સુવિધા કે સાધન સામગ્રીનો અભાવ સહિત વિવિધ ખામીના કારણે હૉસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં એન્ટ્રી ફ્રોડ યુનિટની તપાસમાં વધુ કેટલીક હૉસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 9 ડૉક્ટરોને પણ સસ્પેન્ડ કરવમાં આવ્યા છે. ખ્યાતિ હૉસ્પિટલ કાંડમાં મા યોજનાના અધિકારી ડૉ. શૈલેષ આનંદની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ આ અધિકારીને હજુ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. આ પાછળ કોનો હાથ છે તેની પણ ચર્ચા જાગી છે.
પીએમજેએવાય યોજનામાંથી આ હૉસ્પિટલોને કરવામાં આવી સસ્પેન્ડ
વેદ હોસ્પિટલ- ખેડા
એન.વાલા સ્મારક ટ્રસ્ટ હોસ્પિટલ – ગીર સોમના
થચિત્રા મેડિકલ સેન્ટર – ભાવનગર
ધ ઘાંચી આરોગ્ય મંડળ – અરવલ્લી
પરિવાર જનરલ હૉસ્પિટલ – ભાવનગર
સબિહા સાર્વજનિક હૉસ્પિટલ – બોટાદ
સદવિચાર જનરલ હૉસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ – University પ્લસ હૉસ્પિટલ (સોમનાથ હેલ્થકેર ગ્રુપ) – ભાવનગર
નવજીવન – અમરેલીકલરવ – અમરેલી
શિફા હૉસ્પિટલ – અમદાવાદ
મોદી ચિલ્ડ્રન હૉસ્પિટલ-કાકરાપાર- તાપી
મોદી ચિલ્ડ્રન હૉસ્પિટલ – તાપી
ઓલિમ્પસ હૉસ્પિટલ, તન્ના હેલ્થકેર – રાજકો