આપણું ગુજરાત

Morbi માં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી, આરોપી પાસેથી 4.66 લાખનો મુદામાલ જપ્ત

મોરબી : ગુજરાતના મોરબીમાં(Morbi)શકત શનાળા ગામે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી કરનારા એક શખ્સની પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ શકત શનાળા ગામે તાંત્રિક વિધિના નામે એક વ્યક્તિએ સોનાના દાગીના અને 50 હજાર રોકડ સહીત કુલ રૂપિયા 3.30  લાખની છેતરપીંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ  ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી  સોનાના દાગીના સહીત કુલ રૂપિયા 4.66 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ અન્ય એક આરોપીને પણ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

બાતમી મળતા આરોપીને ઝડપી લીધો

જેમાં મોરબી જિલ્લાના શકત શનાળા ગામે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયાએ 18 ઓકટોબર 2014ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી નીલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઈએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ધંધો રોજગાર બરાબર ચાલશે કહીને વિશ્વાસ કેળવી ધાર્મિક વિધિના બહાને સોનાની ચેન, સોનાની બુટી, સહિતના દાગીના અને રોકડ રૂપિયા 50 હજાર મળીને કુલ રૂપિયા 3.30 લાખની છેતરપીંડી આચરી હતી. જે બનાવ મામલે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જ્યારે  પોલીસને બાતમી મળી હતી કે આરોપી નીલેશગીરી ગોસાઈ હાલ જુના રાસંગપર ગામે હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લીધો હતો.


Also read: Patan મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ 15 વિદ્યાર્થીઓ સામે  પોલીસ ફરિયાદ નોંધાઈ


12  વ્યક્તિઓ સાથે વિધિના બહાને છેતરપિંડીની કબુલાત

જે આરોપી પાસેથી ડાયમંડવાળી સોનાની રીંગ કિંમત રૂપિયા 12,000, સોનાની જાળી વાળી બુટી જોડી 1 કિંમત રૂપિયા 23,000 સોનાનો પારા વાળો ચેઈન નંગ 1  કિંમત રૂપિયા 53,000 એક મંગલસૂત્ર કિંમત રૂપિયા 65,700 સોનાનું પેન્ડલ કીમત રૂપિયા  19 હજાર, સોનાનું નાનું પેન્ડલ કિંમત રૂપિયા 600 સોનાની ડાયમંડ વાળી બુટી નંગ 01 કિંમત રૂપિયા 6900 , સોનાના ઢાળ નંગ 2 કિંમત રૂપિયા  2.80  લાખ સહીત કુલ રૂપિયા  4,66,500  નો મુદામાલ કબજે લીધો છે. ઝડપાયેલ આરોપીએ ફરિયાદી ભરતભાઈ સહિત કુલ 12  વ્યક્તિઓ સાથે વિધિ કરવાના બહાને  છેતરપિંડી કર્યાની કબુલાત કરી છે.


Also read: Morbi ના મહેન્દ્રનગર ઓવરબ્રીજની ડિઝાઇનમાં ફેરફાર કરી કામ ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત


દાગીના ગીરવે  મૂકી રૂપિયા વાપરી નાખતો

જેમાં આરોપી વિધિના બહાને સોનાના દાગીના મેળવી બાદમાં શનાળા ગામે રહેતા ચંદ્રસિંહ બટુકભા ઝાલાને ગીરવે મૂકી  રૂપિયા વાપરી નાખતો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે અન્ય આરોપી ચંદ્રસિંહ બટુકભા ઝાલાની ધરપકડ કકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button