બે કરોડ આપો ને વીજનો થાંભલો નાખો, મોરબી-ટંકારામાં ખેડૂતોનું આંદોલન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ મોરબી અને ટંકારામાં લગભગ 200 જેટલા ટ્રેક્ટર અને 350 ખેડૂતે વિશાળ રેલી કાઢી હતી. આ રેલી ખેતરમાં વીજલાઈનના પોલ નાખ્યા બાદ તેના વળતર મામલે થઈ હતી. ખેડૂતો આ મુદ્દે રોષમાં હતા. કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં આ આંદોલન થયું હતું.
આ રેલીમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ખાસ હાજરી આપી સરકાર અને ઉદ્યોગપતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો એક પણ થાંભલો નાખવા દેવામાં આવશે નહીં.
આ રેલીમાં કૉંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. વળતર નહીં મળે તો થાંભલો નાખવા દેવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ માગણી ખેડૂતોએ કરી હતી.મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોની મરજી વિના બળજબરીથી થાંભાલાઓ નાખવામાં આવી રહ્યા છે.
આને લીધે મોટી કંપનીઓ કરોડો કમાય છે, પરંતુ ખેડૂતોને કંઈ જ મળતું નથી. આથી એક થાંભલાદીઠ રૂ. બે કરોડ ખેડૂતોને ચૂકવવામાં આવે, નહીંતર એક પણ ખેતરમા વીજથંભલા નાખવા દેવામાં આવશે નહીં.આ આંદોલનમાં મોરબી ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બનાસકાંઠા અને પાટણ સહિતના અનેક જિલ્લાઓના ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે જોડાયા હતા.



