મોરબીમાં કમલમનું ઉદ્ધાટન કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે થશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોરબીમાં ઊભા થયેલા કમલમ કાર્યાલયનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના હસ્તે થશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. શાહ તારીખ 21 નવેમ્બર,2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને મોરબીના શનાળા ગામ પાસે બનેલા કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, તેમ જાણવા મળ્યું હતું. આ સાથે ગુજરાત ભાજપ પ્રદેશના નવનિયુક્ત પ્રધાન જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજવામાં આવશે, તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે, તેમ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું.
અહીં મોટો કાર્યક્રમ યોજાવાનો હોવાથી પદાધિકારીઓ તૈયારીઓમાં લાગ્યા છે. મોરબીના રવાપર ગામે આવેલા ઉમા હૉલખાતે જિલ્લા ભાજપની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા થઈ હતી અને પદાધિકારીઓને કામે લાગી જવા કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં અમિત શાહના મમતા બેનર્જી પર પ્રહાર, વર્ષ 2026માં ભાજપ સરકાર બનાવશે
અમિત શાહનો પહેલાનો ગુજરાતનો પ્રવાસ દિલ્હીમા થયેલા બોમ્બ બ્લાસ્ટના પગલે રદ કરવામાં આવ્યો હતો.



