Morbi Mishap: 14 મહિનાથી જેલમાં રહેલા જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
અમદાવાદઃ મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપી, આરોવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. જયસુખ પટેલે 14 મહિના એટલે કે 400 દિવસ બાદ જેલની બહાર આપશે. જોકે કોર્ટે અમુક શરતો સાથે જામીન આપ્યા છે. પટેલે જામીન મેળવવા ઘણી અલગ અલગ અરજીઓ અલગ અલગ કોર્ટમાં કરી હતી. બે બેંચની જજે તેમને શરતી જામીન આપ્યાનું પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળ્યું છે.
Click Here:
https://bombaysamachar.com/gujarat/morbi-bridge-collapse-patel-vip-treatment-jail-transfer/
વર્ષ 2022માં ઑક્ટોબર મહિનામાં મોરબી ખાતે ઝૂલતા પુલ હોનારત થઈ હતી, જેમાં 135 જણના મોત થયા હતા. આ ખૂબ જ જૂના ઝૂલતા પુલના પુનઃનિર્માણ, સંચાલન અને જાળવણીનો કોન્ટ્રાક્ટ મોરબીની જાણીતી કંપની આરોવા ગ્રુપને આપવામાં આવ્યો હતો, પરંતુ તેમાન કામકાજમાં ઘણી કચાશ અને ગેરરીતિઓ બહાર આવી હતી. ઘટના બાદ રાજ્ય સરકારે એસઆઈટી બેસાડી હતી. તેના રિપોર્ટમાં પણ કંપની દ્વારા કામકાજમાં ગંભીર બેદરકારી થઈ હોવાનું બહાર આવ્યું હતું.