સૌરાષ્ટ્રના મોટા શહેરમાં ભાજપ પ્રમુખે લોકો પાસેથી 800 કરોડ ઉઘરાવીને કરી નાંખ્યું ? લેણદારોને ધમકાવાય છે ?

રાજકોટઃ મોરબી શહેર ભાજપ પ્રમુખ છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. તેમણે લોકો પાસેથી 800 કરોડ ઉઘરાવીને કરી નાંખ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. તેમજ ઉઘરાણી કરતાં લેણદારોને ધમકાવાતા હોવાનું પણ રહેવાય છે. લોકો પાસેથી 800 કરોડ ઉઘરાવનારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટીયા પાસેથી આ રૂપિયા કેવી રીતે આવ્યા, કોણે આપ્યા, અન્યો ઉપર કરોડોના વ્યવહારમાં ઈ.ડી.ની રેડ પડે છે ત્યારે ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો-સાંસદો પર ઈ.ડી.ના દરોડા કેમ પડતા નથી તે પ્રશ્ન સાથેની રજૂઆત કોંગ્રેસના નેતાઓએ રેન્જ આઈ.જી.પી.ની ઓફિસ અને મુખ્ય આવકવેરા કમિશનર કચેરીએ ધસી જઈને રજૂઆત કરી હતી.
મોરબી જિલ્લાના આ કથિત કૌભાંડમાં ઈ.ડી. ઝંપલાવે અને તટસ્થ તપાસ કરાવે તેજ મોરબી પોલીસ ફરિયાદી બનીને વિશ્વાસઘાત, છેતરપિંડી અંગે ભાજપના નેતા વિરૂધ્ધ ગુનો નોંધાવે અને આ નેતા પાસે જેમના પૈસા ફસાયા છે તેવા લોકોની ફરિયાદ લેવા વ્યવસ્થા કરવા અને જયંતિ રાજકોટીયાનો પાસપોર્ટ જમા લેવા નેતાઓએ માંગણી કરી છે. રજૂઆતમાં એવો આક્ષેપ કરાયો છે કે લેણદારો જ્યારે નાણાં લેવા જાય ત્યારે ભાજપના નેતા ધમકાવતા હોવાનું પણ કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ અતુલ રાજાણીએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700થી 800 કરોડના કથિત કૌભાંડમાં સંડોવણી ખૂલી છે અને પોતે એક પત્રકાર પરિષદમાં પણ પોતાનો ગુનાનો એકરાર કર્યો છે. અનેક નાના માણસોના નાણાંઓ હજમ કરી ગયા છે. જેના નાણાં લઈ અને પરત નહીં આપતા જ્યારે લેણદાર પોતાના નાણાંની ઉઘરાણી કરવા જિલ્લા ભાજપ પ્રમુખ પાસે જાય છે ત્યારે ચોર કોટવાલને દંડે એ પ્રકારે લેણદારની સામે ધાકધમકી વાપરી પોલીસમાં ફિટ કરાવવા દેવાની ભાષા વાપરી ગાળો બોલતા હોવાનું જાણવા મળ્યું છે.
અનેક નાના માણસોના પૈસા ક્યા આધારે લેવામાં આવ્યા હતા. ફાઇનાન્સનું લાઇસન્સ ધરાવે છે કે કેમ ? જો લાઇસન્સ પણ ન ધરાવતા હોય તો આ અંગે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે નાના માણસોની ઉચાપત કરેલ હોય ત્યારે અધિકારીઓ ઉપર ઇડીની રેડ પડે છે તો કાળા નાણાંની હેરાફેરી માટે ભાજપના સંસદ સભ્યો, ધારાસભ્યો કે હોદ્દેદારો પર ઇડીની રેડ કેમ પડતી નથી ? મોરબી જિલ્લાના કથિત કૌભાંડમાં ઈડી ઝુકાવે અને તટસ્થ તપાસ કરે
જયંતિ રાજકોટીયાએ શું કહ્યું
આ અંગે જયંતિ રાજકોટીયાનો સંપર્ક સાધતા તેમણે સ્વીકાર્યું કે રૂ।. 350 કરોડ કન્સ્ટ્રક્શન કામ માટે જુદા જુદા લોકો પાસેથી લીધા હતા જેમાં હાલ 125 કરોડ જેવી રકમ ચૂકવવાની બાકી છે. બધા લેણદારો એક સાથે રકમ માંગવા આવતા આપી શક્યા ન હોવાનું જણાવ્યું હતું.



