આપણું ગુજરાત

દિવાળી ટાણે ગુજરાતમાં માવઠું, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો

અમદાવાદ: રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એકાદ-બે મહિનાથી બેવડી ઋતુ જોવા મળી રહી છે. સવારે તડકો-ગરમી અને સાંજ પછી ઠંડકનો માહોલ જામે છે. એવામાં આજે રાજ્યના વાતાવરણમાં ઓચિંતા જ પલટો આવતા જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ડાંગ, અમરેલી જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

દિવાળી ટાણે માવઠું પડતા સૌથી વધુ અસર ગામડાઓમાં શિયાળુ પાકનું વાવેતર કરી રહેલા ખેડૂતોને પડી રહી છે. અચાનક તૂટી પડેલા વરસાદને કારણે ઘણા ખેતરોમાં પાકને નુકસાન થયું હતું તેમજ રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.


હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જામનગર, રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છવાયેલું રહેશે તેવું આગાહી પરથી લાગી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button