આપણું ગુજરાતસુરત

વરસાદી આફતો બાદ હવે રોગચાળાનો ભય, સુરતમાં 16ના મોત

સુરતઃ વરસાદ વરસતા જ ઠેરઠેર પાણી ભરાઈ જવા અને ટ્રાફિકજામ જેવી સમસ્યાઓનો લોકો સામનો કરતા હોય છે, પરંતુ વરસાદ બાદ ફેલાતી ગંદકી અને રોગચાળો નાગરિકોને બીમારી અને ઘણીવાર મોતના મુખે ધકેલી દે છે. મોટા ભાગના શહેરોની હૉસ્પિટલો દરદીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે સુરતમાં પણ રોગચાળે માથું ઉચક્યું છે.

શહેરમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી છેલ્લા એક અઠવાડિયાથી આવી રહ્યું છે. સ્થાનિકો દ્વારા ફરીયાદો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો પરેશાન થયા છે. બીજી તરફ શહેરમાં છેલ્લાં કેટલાક દિવસથી વકરી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ છ મહિનાની બાળકી સહિત વધુ ત્રણ વ્યક્તિનો ભોગ લીધો છે. શહેરમાં વરસાદી પાણી ઓસરી ગયા છે પરંતુ ખાડા પડવાના કારણે તેમાં પાણીનો ભરાવો થાય છે અને તેના કારણે પ્રદૂષિત પાણી આવતા રોગચાળો વધી રહ્યો હોવાની ફરીયાદ ઉઠી છે.

આ પણ વાંચો : સુરતના માંડવીમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધી, ડ્રોનથી દીપડાની શોધ શરૂ

ચોમાસું રોગચાળાથી 16ના મોત
સુરતમાં ચોમાસા દરમિયાન ફેલાતા વિવિધ રોગોને લીધે 16 જણના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઝાડા, ઉલટીના પગલે છ મહિનાના બાળક સહિત ત્રણના અત્યાર સુધી મૃત્યુ થયા છે. જેમાં પાંડેસરામાં રહેતા બાળકનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. હજીરામાં 26 વર્ષય યુવકનું તાવ આવ્યા બાદ મોત, ભેસ્તાનમાં 40 વર્ષીય પુરુષનું ઝાડા ઉલટી બાદ મોત થયું છે. સિઝનમાં રોગચાળામાં મૃતાંક કુલ 16નો થયો હોવાનું અહેવાલ જણાવે છે. ગંદુ પાણી અને મચ્છરનો ભરાવોનો થવાને કારણે રોગચાળો વધ્યો છે. ત્યારે શહેરના સ્થાનિકોએ જવાબદારોને ફરીયાદ કરવા છતાં સરકાર માત્ર રોગચાળાથી બચવા ઘરમાં તેમજ ફળિયામાં સફાઇ રાખવી જોઈએ એવી જાહેરાત કરે છે, પરંતુ ઠોસ પગલાં લેતી નથી. આ મામલે પાલિકા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker