Gujarat માં ચોમાસું સક્રિય થયું, દ્વારકામાં છ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ધીરે ધીરે ચોમાસું(Monsoon)સક્રિય થઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઇ છે. દક્ષિણ પશ્ચિમી ચોમાસાના અસરથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.24 કલાકમા ખંભાળીયામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા હતા. ગત 24 કલાકમાં 10 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ
રવિવારે બપોરે એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રે પાંચ વાગ્યા સુધી અવિરત રહ્યો હતો, જેના કારણે ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બપોરે બે થી ચાર દરમિયાન પાચ ઇંચ જેટલું પાણી એકસાથે વરસ્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પોરબંદરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
આ પછી પણ વધુ બે ઇંચ વરસાદ પડ્યો હતો, જેથી ગતરાત્રીથી અત્યાર સુધીમાં ખંભાળિયામાં કુલ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત પોરબંદરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Also Read –