આપણું ગુજરાતઆમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Monsoon 2024: ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશમાં આગળ વધી રહ્યું ચોમાસું, 72 કલાકનું કાઉન્ટ ડાઉન શરૂ

નવી દિલ્હી : દિલ્હીમાં લાંબા સમયથી કાળઝાળ ગરમીથી પીડાતા લોકોને રાહત થઈ છે જેમાં કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. આ દરમ્યાન હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે આગામી 4 થી 5 દિવસ દરમિયાન દિલ્હી, યુપી, પંજાબ અને હરિયાણા સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon 2024)ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાત, મહારાષ્ટ્ર , યુપી, અને મધ્યપ્રદેશમાં ચોમાસું દસ્તક દેશે

હવામાન વિભાગે કહ્યું, “દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે.” IMDએ જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ગંગા અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે . ચોમાસાના આગમન સાથે આ રાજ્યોમાં વરસાદની સાથે વાવાઝોડાની શક્યતા છે.

IMDએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુરુવારે ઓડિશા, છત્તીસગઢ અને વિદર્ભના મોટા ભાગોમાં પહોંચ્યું હતું.ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, આ વર્ષે ચોમાસામાં દેશમાં સામાન્ય કરતાં 17 ટકા ઓછો વરસાદ થયો છે. 1 થી 20 જૂનની વચ્ચે 77 મીમી વરસાદ થયો છે જ્યારે સામાન્ય વરસાદ 92.8 મીમી છે.

ક્યાં ક્યાં વરસાદ પડી શકે?

સામાન્ય કરતાં બે દિવસ પૂર્વે આવેલા ચોમાસાએ અન્ય કેટલાક રાજ્યોને ઝડપથી આવરી લીધા પછી, ચોમાસાએ 10 અને 19 જૂન વચ્ચે કોઈ નોંધપાત્ર પ્રગતિ કરી નથી. જેના લીધે ઉત્તર ભારત લોકો હજુ પણ કાળજાળ ગરમી અનુભવી રહ્યા છે.

દાર્જિલિંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

કોલકાતામાં હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર બંગાળના મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવી ગયું છે. આગામી પાંચ દિવસમાં આ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન શાસ્ત્રીઓએ આગામી પાંચ દિવસમાં ઉત્તર બંગાળના અલીપુરદ્વાર, કૂચ બિહાર, જલપાઈગુડી, કાલિમપોંગ અને દાર્જિલિંગ જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો