Vadodara માં તાંત્રિક વિધિ કરવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ, થયો આ ખુલાસો | મુંબઈ સમાચાર

Vadodara માં તાંત્રિક વિધિ કરવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ, થયો આ ખુલાસો

વડોદરા : ગુજરાતના વડોદરા(Vadodara)જિલ્લામાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તાંત્રિક વિધિ કરવાના બહાને 10 ગણી રકમ આપવાની લાલચ આપી લોકોને છેતરતી ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી 6 ઘટનાઓનો ભેદ ઉકેલ્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ આ ટોળકીના સકંજામાં આવીને એક વ્યક્તિએ એક કરતાં બમણી અને દસ ગણી રકમ માટે 11 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ સિવાય કોઈએ તેની જમીન ગીરો મૂકીને પૈસા આપ્યા હતા. જે અસામાજિક તત્વોએ પડાવી લીધા હતા.

નાણાં 10 ગણા કરવાની લાલચ આપતા

વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ માસથી એક ટોળકી સક્રિય હતી જેમાં આરોપીઓ રાજુ, અશોક, અરવિંદ, મહારાજ અને મહેશ જેવા ખોટા નામો આપીને તાંત્રિક પધ્ધતિની વાતો કરીને લોકોને છેતરતા હતા. પોલીસે જણાવ્યું કે આ ટોળકી બોક્સમાં રાખેલા પૈસા બમણા અથવા તો 10 ગણા થઈ જશે તેવું કહીને લોકોને વિશ્વાસમાં લેતી હતી.

આ પણ વાંચો : તસવીરની આરપાર : વડોદરા (ટહુકો નગરી)ના ઈતિહાસ ને કલાત્મક વારસા પર દૃષ્ટિપાત કરીએ…

બે મહિના પછી બોકસમાંથી નારિયેળ નીકળ્યા

અમદાવાદમાં રહેતી એક મહિલાને માતાજીના ફોટાવાળા સિક્કા માટે 10 ગણી રકમ આપવાની લાલચ આપવામાં આવી હતી. બે મહિના પછી જ્યારે મહિલાએ બોક્સ ખોલ્યું ત્યારે માત્ર 3 નાળિયેર જ નીકળ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button