અગ્નિકાંડ મુદ્દે ભીનું સંકેલાઈ રહ્યું છે, સીટના અધિકારીઓ શંકાના દાયરામાં છે, તટસ્થ અધિકારીઓની નિમણૂક થવી જોઈએ: જીગ્નેશ મેવાણી
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના દિગ્ગજ નેતા તથા વડનગરના MLA જીગ્નેશ મેવાણીએ રાજકોટ TRP ખાતે સર્જાયેલ અગ્નિકાંડ મામલે આપ્યું મહત્વનું નિવેદન,

રાજકોટ: આગામી 7 / 8 અને 9 તારીખે પાણી ઉપર રહી કિસાન કોંગ્રેસના આગ્રણી પાલભાઈ આંબલીયા, સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ તથા શહેર કોંગ્રેસનાગ્રણીઓ દ્વારા 72 કલાકના ઉપવાસ કરવામાં આવશે,
મેવાણી એ દુઃખ વ્યક્ત કરતા આક્રોશ પૂર્ણ રજૂઆત કરી હતી કે બનાવના 24 કલાક પૂરા થાય તે પહેલા બુલડોઝર ફેરવી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો તે કોના ઇશારે થયો તે પણ તપાસ થવી જોઈએ. હાલ જે અધિકારીઓની નિમણૂક થઈ છે તેમનો ભૂતકાળ કલંકિત છે. ભારતીય જનતા પક્ષના નેતાઓ પર પણ પ્રહાર કરી જણાવ્યું કે
વિજય રૂપાણી પીડિત પરિવારને પણ નથી મળ્યા.
Sit ઉપર સવાલ ઉઠાવતા જીગ્નેશ મેવાણી
કહ્યું SIT માં સામેલ અધિકારી બછાનિધિ પાની પણ જવાબદાર છે.
સુભાષ ત્રિવેદીને તમે sit ના વડા બનાવો છો જેના પર સરકારના આશીર્વાદ છે. અગાઉ ઘણી તપાસ મા તેઓ તપાસ સમિતિના અધ્યક્ષ રહ્યા છે પરંતુ એક પણ તપાસ પૂર્ણ થઈ નથી અને એ તપાસ થઈ છે તે શંકા ઉપજાવે તેવી છે.
સુભાષ ત્રિવેદીની ટ્રેક રકોર્ડ તપાસનો અંત આવે તેવો રહ્યો જ નથી તો તેમને કેમ તપાસ સોંપવામાં આવી.
સરકાર જો ગંભીરતાથી વિચારી રહી હોય કે સત્ય બહાર આવે તો
નિર્લિપ્ત રોય, સુધા પાંડે, સુજાતા મજમુદાર જેવા અધિકારીઓ ને તપાસ સોંપવી જોઈએ.
મોટા અધિકારીઓને પકડવા નથી માંગતા,
જે પણ કસૂરવાર હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ,
ACBમાં પાણી હોય તો વિજય રૂપાણી અને વજુ વાળાની સંપતિ ની તપાસ કરે.