આપણું ગુજરાત

નાફેડમાં રહેશે લાજ! ઘરમેળે બેઠક બાદ મોહન કુંડારિયા પર સર્વસંમતિ સધાઈ : સૂત્રો

ગાંધીનગર : NAFED elections: હાલમાં જ ભારે ચર્ચા અને વિવાદોનું કેન્દ્ર બનેલી ઇફ્કોની ચૂંટણી બાદ હવે વધુ એક મોટી સહકારી સંસ્થા નાફેડની (National Agricultural Cooperative Marketing Federation of India) ડિરેક્ટર પદની ચુંટણીમાં પણ ભારે રસાકસીનો માહોલ સર્જાયો હતો. ડિરેકટર પદની એ જ જગ્યા માટે ભાજપના જ સાત ઉમેદવારોએ દાવેદારી નોંધાવતાં આ ચૂંટણીમાં પણ ઇફકોવાળી થવાની સંભાવના હતી. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફરીથી ભાજપની શિસ્તના લીરેલીરા ઊડે તે પહેલા જ ઘરમેળે બેઠકો કરીને મોહનભાઇ કુંડારિયાના નામ પર સર્વસંમતિ સાધવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

હવે ભાજપ મેન્ડેટ જાહેર નહીં કરે :

ભાજપ પ્રદેશ પ્રમુખે ઇફકોની ચૂંટણી બાદ કહેલું કે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપના લોકો હોય તે માટે ભાજપ મેન્ડેટ જાહેર કરતી હોય છે. આગામી 21મીએ યોજાનાર તેની સામાન્ય સભા તેમજ જરૂર પડ્યે ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેમાં ભાજપના જ સાત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ બાદ એક નામ પર સંમતિ સધાતા હવે ભાજપ મેન્ડેટ જાહેર નહીં કરે તેવી માહિતી હાલ સૂત્રો પાસેથી મળી રહી છે.

વર્ષ 1958માં સ્થપાયેલી અને ખેતી અને વનપેદાશો માટે વેચાણ અને જરૂરી સાધનોના અમલીકરણનું કામ કરતી દેશની એક મોટી સહકારી સંસ્થા નાફેડની આગામી 21મીએ સામાન્ય સભા અને જરૂર પડ્યે મતદાન કરવામાં આવનાર છે. આ સમયે ઇફકોની ચૂંટણી જેમ જ પુનઃ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, કારણ કે નાફેડમાં ડિરેક્ટરની એક જ પોસ્ટ માટે ભાજપના જ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી છે.

આ દાવેદારીમાં રાજકોટ લોકસભા બેઠક પર ભાજપમાથી જેમની ટીકીટ કપાયેલી છે તેવા મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઇ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા અને હિંમતનગરના મહેશભાઇએ ઉમેદવારી નોંધાવી છે. આજે 15મી ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે હવે નાફેડમાં ભાજપની શિસ્તની વાતો સાર્થક થાય છે કે અહી પણ હવે ઇફકોવાળી થશે તે જોવું રહ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress