આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

“મોદીજી ગુજરાતને ભૂલી ગયા છે, એટલે જ વારાણસીથી ચૂંટણી લડે છે” લાખણીમાં પ્રિયંકા ગાંધીનું જનસભાને સંબોધન

પાલનપુર : ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે. ત્યારે આજે બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર કરવા માટે ગુજરાતમાં આવ્યા હતા. પ્રિયંકાએ જનસભાની શરુઆત મા અંબાના જયકાર સાથે કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યુ કે દુનિયાની સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા છે. તેને ભાજપનાં નેતાઓ પર પ્રહારો કરતા બંધારણ બદલવાના આરોપ લગાવ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ સત્તા પક્ષ પર પણ પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે નરેન્દ્ર મોદીને શહેનશાહ કહીને કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતથી દૂર ન થયા હોત તો અહીંથી ચૂંટણી કેમ નથી લડતા ? શા માટે તેઓ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મોદીજીએ 10 વર્ષમાં જો કોઈ કામ કર્યું હોઈ તો બંધારણ દ્વારા અપાયેલા અધિકારોને કમજોર કરવાનું કર્યું છે. તેને કહ્યું કે પહેલાની રાજનીતિ આગ જ હતી. પહેલાના વડાપ્રધાન સામાન્ય લોકો પાસે જતા અને તેની સમસ્યાઓને સાંભળતા હતા, જ્યારે આજના વડાપ્રધાન મોટા ઉદ્યોગપતિઓ અને બીજા દેશનાં વડાપ્રધાનો સાથે જ જોવા મળે છે. તમે ક્યારેક ગરીબો સાથે કે દેશના ખેડૂતો સાથે નહિ જોયા હોય.

તેમજ પ્રિયંકા ગાંધીએ જનસભામાં પરશોત્તમ રુપાલા પર પ્રહાર કર્યા. રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ મુદ્દે પણ વડાપ્રધાન મોદીને સવાલો કર્યા.પ્રિયંકાએ કહ્યું કે અહિં રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન થયું છે, પણ PM મોદીએ શું ઉમેદવારને હટાવ્યા ? તમારી માગ ખાલી તે ઉમેદવારને હટાવવાની હતી, પણ તેને ન હટાવ્યાં. હું વચન આપું છું કે જો અમારી સરકાર બની તો દેશભરમાં અમે તમારી વાતને રજૂ કરશું અને આ પ્રકારનું અપમાન અમે નહીં થવા દઈએ. જ્યાં જ્યાં મહિલાઓનું અપમાન થયું છે ત્યાં ત્યાં મોદી સરકારે મહિલાઓનું અપમાન કરનારનો સાથ આપ્યો છે. ઓલોમ્પિકમાં જ્યારે મહિલાઓ એવોર્ડ જીતીને આવી ત્યારે મોદીજી તેની સાથ ફોટાઓ પાડવા ગયા હતા, પરંતું તેમની પર જ્યારે અત્યાચાર થયા અને તેઓને સડક પર ઉતરવું પડ્યું ત્યારે પ્રધાનમંત્રીએ કશી મદદ નહોતી કરી.

તેને નરેન્દ્ર મોદી પર આરોપો કર્યા હતા કે, દેશના ગરીબોને માત્ર પાંચ કિલો રાશન આપી દેવામાં આવે છે, જ્યારે તેમની સરકાર ખરબોપતિઓ માટે જ કામ કરે છે. સરકારે સરકારી કંપનીઓને પ્રાઈવેટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. નથી કોઈ રોજગારીની વાત કરી કે નથી કોઈ યુનીવર્સીટી બનાવવાની વાત કરી.

સાથે જ તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદે હોવા છતાં હાસ્યાસ્પદ અને અજીબઅજીબ વાતો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી તમારું સોનું લઇ લેશે, તમારું મંગલસૂત્ર લઇ લેશે અને હવે તો તમારી ભેંશ પણ લઇ જશે. પણ આ દેશમાં 55 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી અને બતાવો દેશમાં કોંગ્રેસ પાર્ટીએ કોઈના દાગીનાની ચોરી કરી હતી , શું કોઈની ભેંશ ચોરી કરી હતી. આજના સમયે મીડિયામાં મોદીજી શું પહેરે છે, ક્યા જવાના છે તેવી ચર્ચાઓ થાય છે જ્યારે કોંગ્રેસનાં સમયમાં મીડિયા દેશના પ્રધાનમંત્રીને 10 સવાલ કરતી હતી.

તેમણે ખેડૂતોને લઈને ,મહત્વપૂર્ણ વાત કરી હતી કે, ” ખેતીના તમામ સામાન પર જીએસટી લાગુ લગાવવામાં આવ્યો છે , પણ અમારી સરકાર બનશે તો ખેતીના સામાન પરથી અમે જીએસટી હટાવીશું. તેમણે કહ્યું હતુ કે અમુલ, બનાસ જેવી મહત્વપૂર્ણ ડેરીઓ કોંગ્રેસનાં કાળમાં બની હતી. આજે ભાજપના લોકોએ તેના પર કબજો જમાવી લીધો છે. તેમણે 10 વર્ષમાં 14થી વધુ પેપર લીક થયા છે. કેન્દ્ર સરકારની 30 લાખ જગ્યાઓ ભરતીનાં અભાવે ખાલી છે.

તેમણે કહ્યું હતું કે મીદીજીએ ભાજપને સૌથી ધનવાન પાર્ટી બની છે . તેમણે 60 હજાર કરોડનો ખર્ચ કર્યો હતો પણ આ ખર્ચો તમારા માટે નહિ તેમની પાર્ટી માટે કર્યો છે. ઈલેક્ટોરલ બોન્ડના નામે અદાણી-અંબાણીએ આપેલા પાર્ટીના દાનની વિગતો છુપાવવામાં આવી હતી. ગુજરાતમાં જે બ્રીજ ધરાશાયી થયો તેની પાસેથી પણ ભાજપે ફંડ લીધું છે. તેમણે બનાસકાંઠાનાં લોકોને ગેનીબેન ઠાકોરને લીડથી ચૂંટણી જીતાડવા અપીલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button