આપણું ગુજરાત

ઊંચે ચોર ઊંચી પસંદઃ સિહોરમાં આખે આખો મોબાઈલ ટાવર જ ઉઠાવી ગયા!

ચોરી કરવી એ ચોક્કસ ગુનો છે જ, પણ કરવી તો નાની મોટી શું કામ તેમ વિચારી તસ્કરોએ આખે આખો મોબાઈલ ટાવર જ ઉઠાવી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

સિહોરના ભડલી ગામે જીટીએલ ઇન્ફાસ્ટ્રક્ચર લી.ના મોબાઇલ ટાવરમાંથી અવાર નવાર નાની-મોટી ચોરીઓ થતા કંપનીએ બે વર્ષ પૂર્વે ટાવર બંધ કરી દીધો હતો. જો કે, તસ્કરોએ આ બંધ ટાવર આખે આખો ચોરી કરી લઇ જતા જે મામલે કંપનીના એક્વીજીશન ઓફીસરે ફરિયાદ નોંધાવી હતી.


મળતી વિગતો મુજબ સિહોરના ભડલી ગામે રહેતા પ્રતાપસિંહ ગોહિલની જગ્યામાં જીટીએલ ઇન્ફાસ્ટ્રક્ચર લી. (જીઆઇએલ) મોબાઇલ ટાવર ઉભો કરાયો હતો જેનું ઇન્સપેક્શન અવાર નવાર થતું અને અવાર નવાર નાની મોટી વસ્તુની ચોરી થતા કંપનીએ અંતે બે-ત્રણ વર્ષથી આ ટાવર બંધ કરી દીધો હતો.


જ્યારે આજરોજ કંપનીના આશીષભાઇ સ્થળ તપાસ માટે ગયા હતા ત્યારે ટાવરની કોઇ વ્યક્તિએ ચોરી કરી તમામ સામાન લઇ ગયેલ હોવાનું જણાયું હતું. જે અંગે કંપનીમાં જાણ કરતા નિયમ મુજબ કંપનીના એક્જીવીશન ઓફીસર મહમદ આરીફ લીયાકતઅલી સિપાઇએ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button