આપણું ગુજરાત

અમદાવાદમાં મોબાઇલ ચોરી રેકેટનો પર્દાફાશ: ઝારખંડની ગેંગના બે આરોપીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં ચોરીના મોબાઇલ સાથે ઝારખંડની ગેંગના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી ૫૮ મોબાઇલ ફોન કબજે કર્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપી છેલ્લા બે વર્ષથી અમદાવાદ અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં આશ્રય ગૃહમાં રહેતા અને ચોરીને અંજામ આપતા હતા.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે ઝારખંડની મોબાઈલ ચોરી કરતી ગેંગના બે આરોપી અવિનાશકુમાર મહાતો અને શ્યામકુમાર કુરમીની ચોરીના મોબાઇલ સાથે ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓ મૂળ ઝારખંડના છે અને સુરત તથા અમદાવાદમાં મજૂરી કામની આડમાં મોબાઈલ ચોરી કરતા હતા. આરોપી પાસેથી પોલીસે રૂ. ૨૦ લાખ ૬૦ હજારની કિંમતના ૫૮ મોબાઈલ કબજે કર્યાં હતા.

ઝડપાયેલા આરોપી અવિનાશ મહાતો અને શ્યામ કુરમીની પૂછપરછ કરતા ઝારખંડ જીલ્લાના સાહિબરાજ જીલ્લાના બે આરોપી પિન્ટુ અને રાહુલ આ આખી ગેંગને ઓપરેટ કરતા હતા. ગામડામાં યુવાનોને રોજગારી આપવાના બહાને મોબાઇલ ચોરી કરવાની તાલીમ આપીને ચાર પાંચ યુવાનોની અલગ અલગ ટીમો બનાવતા હતાં. જે ટીમ અમદાવાદ, સુરત, રાજકોટ, દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરોમાં જતા અને ચોરીને અંજામ આપતા. જોકે આરોપીઓને દર મહિને રૂ. ૨૫ હજાર પગાર પેટે ચુકવાતા હોવાનું બહાર આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button