Vadodara માં હવે લોકોના આક્રોશનો ભોગ બની રહ્યા છે ધારાસભ્યો અને કોર્પોરેટરો
અમદાવાદઃ વડોદરામાં(Vadodara)છેલ્લા ત્રણ દિવસથી પૂરની સ્થતિનું નિર્માણ થયું છે. ત્યારે ત્રણ દિવસ દરમિયાન પડેલી મુશ્કેલીના પગલે લોકોમાં સરકાર અને તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. પૂરની સ્થિતિમાં લોકોને ત્રણ દિવસ સુધી ઘરોમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન લોકોને પીવાનું પાણી પણ મળ્યું ન હતું. ત્યારે હવે વડોદરા શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો અને મેયર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે તેમને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.
લોકોએ કોર્પોરેટરે પર રોષ ઠાલવ્યો
જેમાં મળતી માહિતી મુજબ વડોદરાના સલાટવાડા વિસ્તારમાં તુલસીબાઈની ચાલમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા વોર્ડ નંબર સાતના કોર્પોરેટર પર લોકોએ રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે અહીં માણસ ડૂબી જાય એટલું પાણી હતું. ત્યારે પીવાનું પાણી પણ મળ્યું નથી. લોકોનો રોષ જોઈને કોર્પોરેટરે વિસ્તારમાંથી ચાલતી પકડી હતી. લોકો ઉગ્ર રજૂઆત કરવા માટે તેમની પાછળ પાછળ જતા જોવા મળ્યા હતા. લોકોએ અમારી માંગ પૂરી કરવાના નારા પણ લગાવ્યા હતા.
ધારાસભ્યની સામે હાય હાયના નારા લગાવ્યા
વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં લોકોએ ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા. ત્યારે ગઈકાલે ભાજપના જ ધારાસભ્ય મનિષા વકીલ અને બાળુ શુકલને અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચતા લોકોએ તેમનો વિરોધ કરી ભગાડયા હતા.
સવાલ પુછતા મેયરે પણ ચાલતી પકડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ સમા સાવલી રોડના અજિતા નગરમાં પહોંચતાં રહીશોએ નુકસાનની ભરપાઇ કરવા સરકાર તૈયાર છે કે, કેમ? એવા સવાલ કર્યા હતા. મેયર દૂધની થેલીઓ વહેંચવા જતાં રહીશોએ સવાલો કરતાં તેઓ સ્થળ છોડી જતાં રહ્યાં હતાં.
Also Read –