આપણું ગુજરાત

ગુજરાતમાં હવે ધારાસભ્ય પણ અસલામત?

તસ્કરોએ MLAના ઘરમાં ઘુસી દાગીના-રોકડની લૂંટ કરી

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સામાન્ય પ્રજા તો ઠીક હવે ધારાસભ્યોનું ઘર પણ સલામત રહ્યું નથી. અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરે મોડીરાત્રે તસ્કરોએ તરખાટ મચાવતા ધારાસભ્યના પત્નીને બંધક બનાવી રોકડ અને દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

ધારાસભ્ય પી.સી. બરંડા પોતે પણ પૂર્વ એસ.પી. રહી ચુક્યા છે. તેઓ હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોવાને કારણે ગાંધીનગર હતા. તેમના પત્નીએ રાત્રે 3 વાગે ફોન કરી ઘરમાં લૂંટ થઇ હોવાનું તેમને જણાવ્યું હતું. જે પછી તેઓ તરત જ ભિલોડા પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


ધારાસભ્યે પોલીસ અને મીડિયાને આપેલી વિગતો મુજબ, ધારાસભ્ય પી.સી.બરંડાના વાંકટીંબા ખાતે આવેલા ઘરમાં રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ 2 બુકાનીધારી શખ્સો ઘુસ્યા હતા. તે સમયે તેમના પત્ની ખાટલા પર સૂઇ રહ્યા હતા. તેમને ખાટલા સાથે જ હાથપગ બાંધી શખ્સોએ તિજોરી તોડી તેમાંથી દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. પત્નીએ જેમતેમ કરી હાથ છોડાવી ધારાસભ્યને ફોન કરી આખી ઘટનાની જાણ કરી હતી જે પછી તાત્કાલિક SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કાર્યવાહીમાં એક-બે શંકાસ્પદો પણ ઝડપાયા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button