આપણું ગુજરાતનવસારી

નવસારી બનાવટી દવાના વેચાણ રેકેટનો પર્દાફાશ: એક આરોપીની ધરપકડ…

નવસારી: રાજ્યમાં ગેરકાયદેસર–બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર વગર પરવાને આયુર્વેદિક દવામાં એલોપેથીક દવાની ભેળસેળ કરી ઉત્પાદન અને વેચાણ કરતાં નવસારીના કાંગવાઈ ગામે રહેતા ઇમરાન સુલેમાન મોલધારીયા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વ્યક્તિ પાસેથી આશરે રૂ. 90 હજારનો એલોપેથીક દવાઓ તથા આયુર્વેદિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા ડાયાબિટીસને લગતી આયુર્વેદિક દવાઓમાં એલોપેથીક દવા હોવાની શંકાને ધ્યાને રાખી આયુર્વેદિક દવાના ચકાસણી અર્થે અલગ અલગ કુલ 10 દવાઓના નમુનાઓ લઈ પૃથક્કરણ કરવા માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

આ અંગે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇંગ સ્કોડના વડા એ.એ.રાદડિયા અને તેમની ટીમ, વડી કચેરીના અધિકારી તથા નવસારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશ્નર જે.પી.પટેલ અને અન્ય અધિકારીઓને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર રીતે દવાનું ઉત્પાદન તેમજ વેચાણમાં સંડોવાયેલા વ્યક્તિ વિરુદ્ધ દવાના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કડક કાયદેસરની કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button