Navsari ના જલાલપોરમાં મટકી ફોડ દરમિયાન દુર્ઘટના, દિવાલ તૂટતા સાત લોકો ઘાયલ
નવસારીઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે નવસારીના(Navsari)જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના ઘટી છે. કૃષ્ણપુર ગામે જુના બસ ડેપો પાસે મટકી ફોડતા સમયે દીવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. દીવાલનો ભાગ તૂટી પડતા સાત લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં પાંચ બાળકો પણ સામેલ છે. તમામ ઘાયલોને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.
પાણી બેસમેન્ટમાં ઘૂસી ગયું
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગત 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે મોડી રાત્રે નવસારીમાં દીવાલનો ભાગ તૂટી જતા સાત લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી છે. બીજી તરફ જેતલપુર રોડ પર લક્ઝરી બસ દીવાલ સાથે અથડાતા રોડ પરનું સમગ્ર પાણી બેસમેન્ટમાં ઘૂસી ગયું હતું. જેના લીધે દુકાનોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારોએ ભારે નુકસાન થયું હતું.