આપણું ગુજરાત

ભરૂચમાં પાડોશીની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારો હરામખોર ગણતરીના કલાકોમાં ઝબ્બે

Bharuch Crime News: રાજ્યમાં કૂદકે ને ભૂસકે બળાત્કાર અને છેડતીના કિસ્સા વધતા જાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક નરાધમ હવસખોરે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી માસુમ બાળકીના ગુપ્તાંગ અને શરીર પર ઇજાઓ પહોંચાડી હતી. હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી.માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચતાં તેને અંકશ્વલેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે ત્યારબાદ તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી.

લોહી લથબથ હાલતમાં બાળકી મળી આવતાં તેને સારવાર માટે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવી હતી, ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ સહિત કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે દુષ્કર્મ આચર્યાના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. હવસખોર આરોપી બીજું કોઇ નહી પરંતુ પડોશી હોવાનો ખુલાસો થયો હતો પોલીસે તેને ઝડપી પાડી કડક પૂછપરછ કરતાં તે ભાગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Also read: ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર ચમત્કાર કરશે?

બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઊભું પણ થવાતું ન હતું, જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી તેના મકાન પાસેની દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બૂમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં વાસણ માજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતાં જ ચોંકી ઊઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતા અન્ય લોકોને બોલાવી તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી, જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતી વખતે તેમના પણ હાથ ધ્રૂજવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીવાયએસપી હોસ્પિટલ દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button