પ્રધાન બચુ ખાબડના ભાવિ પર સવાલઃ વિધાનસભા સત્રમાં ભાગ લેવા પર સંશય | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

પ્રધાન બચુ ખાબડના ભાવિ પર સવાલઃ વિધાનસભા સત્રમાં ભાગ લેવા પર સંશય

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસ માટે જ બોલાવવામાં આવ્યું છે. સૂત્રો મુજબ વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.

માત્ર ત્રણ દિવસના ટૂંકા સત્રમાં જ વિવિધ બાબતોને આવરી લેવાશે. સત્રમાં પહેલા દિવસે શોકદર્શક ઠરાવનો ઉલ્લેખ કરાશે. સત્રમાં 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે.

આ ઉપરાંત વિધાનસભાના ચોમાસું સત્રમાંથી પ્રધાન બચુ ખાબડ દૂર રહી શકે છે. પ્રધાન બચુ ખાબડના મંત્રાલયના જવાબો કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ આપશે.

આપણ વાંચો: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર: ત્રણ દિવસના ટૂંકા સત્રમાં મહત્ત્વના વિધેયકો રજૂ થશે

મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ પ્રધાન બચુ ખાબડને સરકારી કામકાજથી દૂર રખાઈ રહ્યા છે. મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ મંત્રીને દૂર રાખવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસે ગુજરાતના પંચાયતરાજ પ્રધાન બચુ ખાબડના પુત્રોની ધરપકડ કરી હતી. જે બાદથી બચુ ખાબડને તમામ કાર્યક્રમોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. ઉપરાંત પ્રધાનમંડળ વિસ્તરણ વખતે તેમની બાદબાકી કરવામાં આવશે તેવી ચર્ચા થઈ રહી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button