આપણું ગુજરાત

આમ આદમીને ફટકોઃ દૂધના ભાવમાં આવતીકાલથી વધારો, જાણો કેટલી થઈ વૃદ્ધિ

અમદાવાદઃ ગુજરાત જ નહીં પરંતુ ભારતમાં ઘરે ઘેર અમૂલ દૂધ પહોંચે છે. અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધના ભાવમાં ફરી અચાનક વધારો કરવામાં આવ્યો છે. આજે રાત્રે 12 વાગ્યા પછી નવા ભાવ લાગુ થવાના છે, તેનો અર્થ એ થયો કે, ગુજરાતના સ્થાપના દિવસે ભાવ વધારાની ભેટ આપવામાં આવશે. સાબરકાંઠા સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં અમૂલના તમામ દૂધ ઉત્પાદનોમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. એક લિટર દૂધમાં અમૂલ દ્વારા 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતના સ્થાપના દિવસે ભાવ વધારાની ભેટ આપવામાં આવી

ભાવ વધારાની વાત કરવામાં આવે તો, અમૂલ ગોલ્ડ 500 mlનો ભાવ 33 રૂપિયાથી વધારીને 34 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. અમૂલ શક્તિનો ભાવ 30 રૂપિયાથી વધારીને 31 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી ભાવ 30 રૂપિયાથી વધારીને 31 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ સાથે અમૂલ ટી સ્પેશિયલ 500 મીલી ભાવ 31 રૂપિયાથી વધારીને 32 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. અમૂલ દ્વારા અમૂલ સ્ટાન્ડર્ડ, અમૂલ બફેલો, અમૂલ ગોલ્ડ, અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે અમૂલ ટી સ્પેસ્યલ, અમૂલ તાજા અને અમૂલ ગાયનાં દુધનાં પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાવનગરથી સુરત રો રો ફેરીમાં મોકલવામાં આવ્યું 30,000 લિટર દૂધ, વર્ષે થશે આટલી બચત

આ રહ્યા ભાવ વધારાની સંપૂર્ણ આંકડા

અમૂલ બ્રાન્ડજથ્થો જુની કિંમત નવી કિંમત
અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી 30 રૂપિયા 31 રૂપિયા
અમૂલ બફેલો500 મીલી 36 રૂપિયા 37 રૂપિયા
અમૂલ ગોલ્ડ500 મીલી33રૂપિયા34 રૂપિયા
અમૂલ ગોલ્ડ એક લીટર65 રૂપિયા 67 રૂપિયા
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી24 રૂપિયા 25 રૂપિયા
અમૂલ ટી સ્પેસ્યલ 500 મીલી 31 રૂપિયા 32 રૂપિયા
અમૂલ તાજા500 મિલી 27 રૂપિયા 28 રૂપિયા
અમૂલ તાજા 1 લીટર 53 રૂપિયા 55 રૂપિયા
અમૂલ ગાય દુધ 500 મીલી 28 રૂપિયા 29 રૂપિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button