આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સરકારી નિર્ણય – નાસ્તો નહીં, હવે જમવાનું જ મળશે- મધ્યાહન ભોજનના 43 લાખ બાળકોને અસર

સોમવારથી ગુજરાત સરકાર એક નવો નિયમ લાવી રહી ચ્હે તેનો ઉદ્દેશ એ છે કે બાળકોને હેલ્ધી ફૂડ મળે. આ માટે બપોરના ભોજન બાદ અપાતો નાસ્તો બંધ કરી દેવામાં આવશે. આ સમાચાર મધ્યાહન ભોજન યોજનાનાં 43 લાખ બાળક માટે માઠા છે. રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, તા.01/09/2024થી નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે એ સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટરોને વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતની ડીપ ડિપ્રેશન અરબ સાગરમાં બનશે Cyclone Asna: શું રહેશે ગુજરાતમાં તેની અસર ?

આ અંગે મધ્યાહન ભોજનના સંયુક્ત સચિવ કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે બાળકોના ભોજનમાં શાકભાજીનું ઇનટેક વધે એવો સરકારનો આશય છે, સુપોષિત ગુજરાત મિશન હેઠળ શાકભાજી તથા અન્ય કેલરીયુક્ત ખોરાકના પૈસા વધારે છે. આદિજાતિ વિસ્તારના 11.50 લાખ બાળકને સવારે દૂધ પણ આપવામાં આવે છે. બાળકો એક ટાઇમ વધારે સારું જમી શકે, સંચાલકો તથા હેલ્પરનાં કામના કલાકો પણ જળવાઈ શકે એ માટે આ નિર્ણય લેવાયો છે. ટૂંકમાં, નાસ્તો અને જમવાની જે અલગ અલગ કેલરી હતી એને મર્જ કરી હવે બપોરના જમવામાં જ તમામ કેલરીયુક્ત ખોરાક આપવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…