આપણું ગુજરાત

મનરેગા કૌભાંડ! સીએમને રજૂઆત કરવા જતા રાજુ કરપડા સહિત આગેવાનોની અટકાયત

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના લીંબડી રેલ્વે સ્ટેશનના લોકાપર્ણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યાં હતા. આ દરમિયાન મનરેગા કૌભાંડના આરોપીના પિતા અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ (Minister of State Bachu Khabar)ના રાજીનામાની માંગ સાથે રજૂઆત કરવા જતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સહિત ટીમની પોલીસે વઢવાણ લીમડી રોડ (Wadhwan Limbdi Road) પર અટકાયત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન રાજુ કરપડા (AAP leader Raju Karpada)એ કહ્યું કે, જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતનો કયો અધિકારી સાચી તપાસ કરશે? મનરેગા કૌભાંડ મામલે વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો છે.

ચોકીદાર પોતે જ ચોરની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છેઃ આપ નેતા

આ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ કહ્યુંકે, ગરીબ અને બેરોજગાર લોકોનું રસોડું ચાલુ રહે એ માટે મનરેગા યોજનાનો જન્મ થયો હતો પરંતુ અત્યારે તો ચોકીદાર પોતે જ ચોરની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન પોલીસ અને આપ નેતા રાજુ કરપડા વચ્ચે બહેસ પણ થઈ હતી. આપ નેતા રાજુ કરપડા આ કૌભાંડ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે જવા માંગતા હતાં પરંતુ પોલીસે તેમને રસ્તા વચ્ચે અટકાવી દીધા હતાં.

આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડ: બંને દીકરાની ધરપકડ બાદ બચુ ખાબડે Video જાહેર કરી કર્યો આવો ખુલાસો

આ કૌભાંડ માત્ર દાહોદ પૂરતું નહીં પરંતુ રાજ્યવ્યાપી છેઃ રાજુ કરપડા

રાજુ કરપડાએ વધુમાં કહ્યું કે, આ કૌભાંડ માત્ર દાહોદ જિલ્લા પૂરતું સીમિત નથી આ કૌભાંડ રાજ્યવ્યાપી છે. બચુ ખાબડનું રાજીનામું લીધા પછી સાચી તપાસ થાય તો હજારો કરોડનું કૌભાંડ સામે આવે છે. આદિવાસી બેલ્ટના દરેક જિલ્લામાં બચુ ખાબડના દીકરાઓએ પોતાના વહીવટદારો મૂકેલા હતા. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આજે રાજ્યના હિતમાં શાંતિથી રજૂઆત કરવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ જેમાં વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, દીપકભાઈ ચિહલા, સતિષભાઈ ગમારા, અભિષેક, દિલીપસિંહ, પ્રવીણ સિંહ, રાજુભાઈ જસાપર, બકુલભાઈ સહિતની અટકાય કરી દેવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે આવેલા નેતાઓને પાછા જવું પડ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button