આજથી રિક્ષા ચાલકોની નહીં ચાલે દાદાગીરી, તમામ રિક્ષામાં મીટર ફરજિયાત
અમદાવાદઃ આજથી વર્ષ 2025ની શરૂઆત થઈ છે. નવા વર્ષની શરૂઆતની સાથે એક નવો નિયમ પણ અમલમાં આવ્યો છે. રાજ્યના તમામ શહેરોમાં ચાલતી તમામ રિક્ષાઓમાં મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે. જેને લઈને હાલમાં માથાકૂટ ચાલી રહી છે. આ મામલે અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રિક્ષા યુનિયન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ પીટીશન દાખલ કરવામાં આવી છે અને નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રિક્ષા ચાલકોને તથા સામાન્ય લોકોને મીટરથી કેટલો ફાયદો પહોંચશે કે પછી નુકસાન વેઠવાનો વારો આવશે?
રિક્ષા ચાલક એકાત યુનિયનના હોદ્દેદારોએ કહ્યું કે, ‘જે રિક્ષામાં મીટર ન લાગેલુ હોય અને કાર્યવાહી કરવામાં આવશે તો અમને કંઈપણ વાંધો નથી, પરંતુ જે રિક્ષામાં મીટર લાગેલા હોય તેમને હેરાન ન કરવામાં આવે તેવી વિનંતી પણ કરીએ છીએ. વધુમાં કહ્યું કે, મીટર અંગે સીપી સાહેબે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે તેમને એ પણ તકેદારી રાખવી જોઈએ કે, સામાન્ય મીટર 25-30 રૂપિયામાં રીપેરિંગ થતું હોય તેની જગ્યા 1 હજાર સુધી રિપેરિંગ ખર્ચ પણ લેવાય છે.
Also read: મહિલા પ્રવાસીનો વિનયભંગકરનારા રિક્ષા ડ્રાઈવર સામે ગુનો
હાલ રિક્ષામાં કેટલા પ્રકારના મીટર આવે છે અત્યારે હાલ રિક્ષાઓમાં બે પ્રકારના મીટરો આવે છે, એક ડિજિટલ મીટર અને સામાન્ય મીટર. રિક્ષા ચાલકોનું કહેવું છે કે, ડિજિટલ મીટર કે જે નવી રિક્ષા લેતાની સાથે આવે છે તે મીટરમાં સિગ્નલ પર રિક્ષા ઉભી હોય તો પણ વેઇટિંગ ચાર્જ લગાડવામાં આવે છે. આથી ગ્રાહકો આ મીટર સાથે રિક્ષામાં બેસવા તૈયાર થતા નથી. તેથી અમારે અલગથી સામાન્ય મીટર લગાડવું પડે છે કે, જેમાં વેઇટિંગ ચાર્જ આવતો નથી.
અમદાવાદ પોલીસ કમિશ્નરે શું કહ્યું અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, રિક્ષામાં મીટર ન લાગેલા અંગે ફરિયાદો મળી હતી જે બાબતે રિક્ષામાં મીટર ન લગાડેલા હોય તેવા રિક્ષા ચાલકો સામે ફાઈન કરવામાં આવશે.