Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં હજુ 3 દિવસ માવઠું યથાવત રહેશે, 3 તાલુકામાં નોંધાયો સૌથી વધુ વરસાદ…

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 214 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન સરેરાશ 12.98 મિમિ વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાંચ તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરીએ તો, મહુવા તાલુકામાં 3.19 ઇંચ, તલાજા તાલુકામાં 3.03 ઇંચ, હાંસોટ તાલુકામાં 2.83 ઇંચ, દહેગામ તાલુકામાં 2.80 ઇંચ અને કવાંટમાં 2.44 ઇંચ વરસાદ નોંધયો હતો.

રાજ્યમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદનીઆગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદનું તાંડવ હજુ ચાલુ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આગાહી પ્રમાણે 2 નવેમ્બર સુધીમાં ગીર-સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આદેશ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવતા માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં 64.5 મિ.મી.થી 115.5 મિ.મી. વરસાદ થવાની આગાહી છે. આ સાથે હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

સંબંધિત લેખો

Back to top button