હવામાન વિભાગની આગાહીથી ખેલૈયા ફરી મુંઝાયા, 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી | મુંબઈ સમાચાર
Top Newsઆપણું ગુજરાત

હવામાન વિભાગની આગાહીથી ખેલૈયા ફરી મુંઝાયા, 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદઃ નવરાત્રીને રંગ જામી ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં 27, 28, 29 અને 30 સપ્ટેમ્બર પર ભારે વરસાદની ચેતવણી અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 30 સપ્ટેમ્બરએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. વરસાદની આગાહીના કારણે ખેલૈયા ચિંતિત થઈ ગયા હતા. હાલ માછીમારોને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી પરંતુ 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ અપાયું છે. આ દરમિયાન પવનની ગતિ કલાકના 40 થી 50 કિમી રહી શકે છે.

રાજ્યમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગ આહવામાં 0.39 ઇંચ, તળાજામાં 0.39 ઇંચ, વઘઈમાં 0.24 ઇંચ, માંડવી (કચ્છ)માં 0.20 ઇંચ, પારડીમાં 0.12 ઇંચ, સોનગઢમાં 0.12 ઇંચ, લીલીયામાં 0.12 ઇંચ, જેસરમાં 0.12 ઇંચ, પડધરીમાં 0.12 ઇંચ, નવસારીમાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હજી પણ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ કેટલા ટકા વરસાદ પડ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં 111.16 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.28, સૌરાષ્ટ્રમાં 95.70 અને દક્ષિણ ગુજરાતમાં 116.96 ટકા વરસાદ ખાબક્યો છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button