આપણું ગુજરાત

Gujarat માં ફરી ઠંડીનો ચમકારો, 24 કલાક બાદ ફરી ગરમીમાં શેકાવવા તૈયાર રહેજો

અમદાવાદઃ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં સુસવાટાભર્યા પવન ફૂંકાઈ રહ્યા છે. એકાએક ઠંડા પવનો ફૂંકાતા ઠંડીની અસર વર્તાઈ હતી. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં અઢી ડિગ્રી ગગડ્યું હતું. જેથી બપોરે ગરમી અને રાત્રે તેમજ વહેલી સવારે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થયો હતો. હજુ આગામી 24 દિવસ વાતાવરણ યથાવત્ રહેશે ત્યાર બાદ ફરી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગરમીના પ્રારંભમાં જ ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. નલિયાનું તાપમાન ઘટી 6.2 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હાલ જે તાપમાન છે તે પ્રમાણે જ આગામી 24 કલાક સુધી રહેશે. પરંતુ તે બાદ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધારો નોંધાઈ શકે છે. અમદાવાદ અને તેની આસપાસના ક્ષેત્ર છે ત્યાં આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.

Also read: ગુજરાત થશે ટાઢુંબોળઃ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જોઈ લો Video…

માછીમારોને આજે એક દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 50 કેએમપીએસની ઝડપે ફૂંકાશે. મહત્તમ પવનની ગતિ 55 સુધીની આસપાસ રહેશે. માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે 8 થી 17 તારીખ સુધી ગુજરાતમાં વાદળો છવાશે. ત્યારે અરબ સાગરમાં ભેજ જોવા મળશે. જેના કારણે અરબી સમુદ્રામાં 13 અને 14 માર્ચ સર્ક્યુલેશન બનશે. રાજ્યમાં 7 માર્ચથી ગરમીમાં વધારો થશે. આ ઉપરાંત કચ્છમાં 40 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 41-42 ડિગ્રી તપામન પહોંચશે. જોકે વેસ્ટર્સન ડિસ્ટર્બન્સ હટતા ગરમીમાં ફરી ઘટાડો થશે અને આ વખતે ચોમાસું સારૂ રહેશે.

અંબાલાલ પટેલ મુજબ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો ઉંચકાશે. માર્ચ એપ્રિલમા ગરમીમા વધ ઘટ જોવા મળશે. ગુજરાતમાં 7 માર્ચથી મહત્વ તાપમાન વધવાની શકયતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન 41થી 42 ડિગ્રી થઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢ નું તાપમાન 39 ડિગ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. પૂર્વ ગુજરાતમાં ગરમીનો પારો વધી શકે છે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જોવા મળશે. પંચમહાલમાં ગરમીનો પારો વધશે. હવે રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button