આપણું ગુજરાત

Good news: કોરોનાકાળમાં બંધ કરાયેલી 22 મેમુ ડેમુ ટ્રેન એક જુલાઈથી ફરી દોડશે

અમદાવાદઃ અમદાવાદ-વડોદરા, સાબરમતી-મહેસાણા સહિત 22 મેમુ, ડેમુ ટ્રેન એક જુલાઈથી ફરી દોડતી થશે, અત્યાર સુધી સ્પેશિયલ ટ્રેનના નામે દોડાવાતી તમામ ટ્રેન નિયમિત નંબર સાથે દોડાવવાનો નિર્ણય કરાયો છે. કોરોના મહામારી શરૂ થયા બાદ અમદાવાદ સહિત દેશમાં તમામ ટ્રેનોનું સંચાલન રદ કરી દેવાયું હતું. (Memu trains will start again)

રેલવે અધિકારીના જણાવ્યા મુજબ કોરોના મહામારી ઘટતા રેલવે (western railways) દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરાયું હતું. જેમાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કર્યા બાદ જરૂરિયાત મુજબની પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમુ ટ્રેનો પણ સ્પેશિયલ ટ્રેન 0 નંબર સાથે શરૂ કરાઈ હતી.

મહામારી ઘટતા જરૂરી રૂટ પર કેટલીક ટ્રેનોને 0 નંબર આપીને સંચાલન શરૂ કરાયું હતું. સ્પેશિયલ ટ્રેનમાં (special trains)વસૂલ કરાતો રૂ. 20નો સ્પેશિયલ ચાર્જ બંધ કરાયો છે. પેસેન્જરો પાસે રેગ્યુલર ભાડા ઉપરાંત સ્પેશિયલ ચાર્જ તરીકે રૂ. 20 વધુ વસૂલ કરાતો હતો. હવે રેલવેએ તમામ પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમુ ટ્રેનોને એક જુલાઈથી રેગ્યુલર ટ્રેન તરીકે નિયમિત નંબર સાથે દોડાવવાની જાહેરાત કરી છે. જેમાં 69191 આણંદ-ગાંધીનગર મેમુ, 69192 ગાંધીનગર- આણંદ મેમ, 69101 વડોદરા-અમદાવાદ મેમુ, 69102 અમદાવાદ-વડોદરા મેમુ, 69113 વડોદરા-અમદાવાદ મેમ, 69114 અમદાવાદ-વડોદરા મેમુ, 69107 વડોદરા-અમદાવાદ મેમુ, 69108 અમદાવાદ-વડોદરા મેમુ, 79435 સાબરમતી-પાટણ ડેમુ, 79436 પાટણ-સાબરમતી ડેમુ, 69129 આણંદ-અમદાવાદ મેમુ, 69130 અમદાવાદ-આણંદ મેમુ, 79401 અસારવા-હિંમતનગર ડેમુ, 79402 હિંમતનગર-અસારવા ડેમુ, 79431 સાબરમતી-મહેસાણા ડેમુ, 79432 મહેસાણા-સાબરમતી ડેમુ, 79433 સાબરમતી-પાટણ ડેમ, 79434 પાટણ-સાબરમતી ડેમુ, 79437 મહેસાણા-આબુ રોડ ડેમુ, 79438 આબુ રોડ-મહેસાણા ડેમુ, 69185 અમદાવાદ-વિરમગામ મેમુ, 69186 વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેનોનો સમાવેશ થાય છે.

હજારો નોકરિયાતો રોજ આ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે, તેમના માટે આ ખૂબ જ રાહતના સમાચાર છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…