સદસ્યતા નોંધણી અભિયાનની ધમાકાભેર શરૂઆત
રાજકોટ: ડો. ભરત બોધરાએ સદસ્યતા અભિયાન પર પત્રકાર પરિસદ સંબોધી અને વિગતો આપતા જણાવ્યું હતું કે
રાજકોટમાં લોકસભા સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ આજથી કરીએ છીએ
એક એક સોસાયટી,વર્ગ અને સમાજમાં કાર્યકતાઓ જશે અને સભ્ય નોંધણી કરશે
વ્યક્તિગત સંપર્ક કરી અને લોકોને સભ્ય બનાવશે
લોકશાહીમાં પારદર્શકતા સાથે ભાજપ કાર્ય કરી રહ્યું છે
દરેક મતદાન મથકોમાં 200 સભ્યો પ્રથમ તબક્કામાં બનાવામાં આવશે.
દર 6 વર્ષે સદસ્યતા અભિયાન આવે છે. આજે સમગ્ર ગુજરાત અને ભારતભરમાં આ સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ થયો છે.
આ પણ વાંચો : રાજકોટ ભાજપમાંથી સસ્પેન્ડેડ બે મહિલા કોર્પોરેટરના કૌભાંડનું રેકર્ડ જ નથી બોલો!!!
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક હોય આ અભિયાન શરૂ કરવામાં નથી આવ્યું.સદસ્યતા અભિયાનને ચૂંટણી સાથે લેવા દેવા નથી
આવનાર દીવસ માં લોકો ભાજપ પર પ્રેમ વર્ષાવશે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી કે અન્ય કોઈ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ચોકસ બહુમતી સાથે જીતશે.
સભ્ય નોંધણી અભિયાનમાં આ શુભારંભ પ્રસંગે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા,રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા,ધારાસભ્યો ડો. દર્શિતા શાહ,રમેશ ટીલાળા,ભાનુબેન બાબરીયા તથા ઉદય કાનગડ, ઉપરાંત શહેર ભાજપ કારોબારીના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા