આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat ની મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રિસાઈડિંગ ઓફિસર જ નશાની હાલતમાં, મતદાન મથકેથી હટાવાયા…

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં એક મતદાન કેન્દ્ર પર પ્રિસાઈડિંગ ઓફિસર જ નશાની હાલતમાં હોવાની માહિતી સાંપડી હતી. આ ઘટના મહેમદાવાદ મહાનગર પાલિકાના વોર્ડ નંબર 5ના મતદાન મથક જોવા મળી હતી. જેમાં મતદાન મથક પરના પ્રિસાઈડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નશાની હાલતમાં જોવા મળ્યા હતા.

Also read : હવે મહિલાઓને રેપિડો સર્વિસ લેતા જરા પણ ખચકાટ નહીં થાય કારણ કે…

આગળની કાર્યવાહી કરવા આદેશ

આ પ્રિસાઈડિંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક છે. આ અંગે મીડિયાએ કલેક્ટરને જાણ કરતા પ્રિસાઈડિંગ ઓફિસરને તાત્કાલિક ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતો. તેમજ આગળની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. તેમજ આ મતદાન મથક પર મતદાન સરળતાથી થાય તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Also read : ખેડા પોલીસે બાળકોની આંખો પરથી બે વર્ષ જૂની હત્યાનો ઉકેલ્યો ભેદ, જાણો વિગત…

મતદાન માટે અનોખો ઉત્સાહ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારે 7 વાગેથી મતદાન શરૂ થયું છે. જેમાં નગરપાલિકાઓમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 4. 78 ટકા મતદાન નોંધાયું છે. તેમજ જુનાગઢ મહાનગરપાલિકામાં નવ વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન નોંધાયું છે. આ દરમિયાન મતદારોમાં મતદાન માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં લગ્ન પૂર્વે વરરાજા અને પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button