આપણું ગુજરાત

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ફરી મેઘરાજા ગુજરાત પધાર્યા, જાણો અપડેટ

અમદાવાદઃ ગુજરાતમાં માત્ર ત્રણેક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ મંડાણ કર્યા છે. મોટાભાગના શહેરો અને ગામડાઓ હજુ વરસાદ પછીની પરોજણોમાંથી બહાર આવ્યા નથી અને જનજીવન થાળે પડ્યું નથી ત્યાં ફરી વરસાદે ધામા નાખતા જનતા ને તંત્ર ચિંતામાં મૂકાઈ ગયા છે. આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સવારથી જ ઠેર ઠેર વરસાદ નોંધાયો છે અને હજુ ભારે વરસાની આગાહી છે.


72 તાલુકમાં નોંધાયો વરસાદ

આજે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 147 મિમી (છ ઈંચ જેટલો) બાદ તાપીના ઉચ્છલમાં 81 મિમી વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ડાંગના આહવા 80 મિમી, તાપીના ડોલવણ 50 મિમી, મહીસાગરના લુણાવાડામાં 49 મિમી, નવસારીના વાંસદામાં 45 મિમી, પંચમહાલના મોરવા (હડફ)માં 42 મિમી, દાહોદના ઝાલોદમાં 41 મિમી, ડાંગના સુબીરમાં 41 મિમી, દાહોદના ફતેપુરા 38 મિમી અને સિંગવડમાં 38 મિમી જ્યારે તાપીના સોનગઢમાં 38 મિમી, છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 36 મિમી, દાહોદના લીમખેડામાં 35 મિમી, નર્મદાના ગરુડેશ્વરમાં 31 મિમી, મહીસાગરના કડાણામાં 30 મિમી, દાહોદના દેવગઢબારિયામાં 25 મિમી, નર્મદાના તિલકવાડામાં 25 મિમી, છોટાઉદેપુરના બોડેલીમાં 25 મિમી, પંચમહાલના જાંબુઘોડામાં 24 મિમી જેટલો વરસાદ વરસ્યો છે આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં 23 મિમીથી એક મિમીની વચ્ચે વરસાદનોંધાયો છે.

અમદાવાદ-વડોદરામાં ફરી વરસાદ શરૂ

પૂરની સ્થિતિ બાદ ફરી એકવાર વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જેથી સામાન્ય જનજીવન ઉપર અસર પડી છે. સ્કૂલમાં મૂકવા જતાં વાલીઓ બાળકને સ્કૂલે પહોંચાડવા મુશ્કેલીમાં મૂકાયા હતાં, નોકરી ધંધા માટે જતાં લોકોને પણ સતત ધીમીધારે વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં ગયા અઠવાડિયે જ વરસાદી આફત આવી હતી અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજુ આ સ્થિતિમાંથી બહાર ન આવી શકેલા શહેરીજનો ફરી આફતનો ભોગ બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે. માત્ર વડોદરા શહેર નહીં પણ જિલ્લામાં વરસાદી માહોલ છે.

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વહેલી સવારે ગોધરા, લુણાવાડા અને છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ચાર દિવસના વિરામ બાદ ફરી એકવાર વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો કાળા ડીબાંગ વાદળો સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેના કારણે ચાર દિવસથી અસહ્ય ગરમીના કારણે હેરાન પરેશાન થતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.

છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. પાવી જેતપુર ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના છોટા ઉદેપુર, સંખેડા, નસવાડી, કવાંટમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો, પરંતુ પાવી જેતપુરના ખાતે લગભગ પોણો કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી પાણી થઇ ગયા છે.

Show More

Related Articles

Back to top button
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો…