આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર : રાજ્યના 150 થી વધુ તાલુકાઓમાં વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં કેટલાય દિવસોથી નૈઋત્યનું ચોમાસું છૂટું છવાયું વરસી રહ્યું છે. ત્યારે આજે રાજ્યમાં સર્વત્ર મેઘ મહેર થતાં લોકોને આકરા ઉકળાટમાંથી રાહત મળી હતી. છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને બફારો સહન કર્યા બાદ આજે અમદાવાદીઓને રાહત મળી છે. આજે રાજ્યના 150થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભુક્કા કાઢ્યા છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજ વહેલી સવારથી લઈને સાંજ સુધીમાં રાજ્યના 150 થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત સહિતના અનેક તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. આજે દક્ષિણ ગુજરાતના સુરતના પલસાણામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ખૂબ જ લાંબા સમયથી શેકાયા બાદ અમદાવાદીઓને પણ વરસાદે રાહત આપી છે.

વરસાદનું ઘર ગણાતા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ પઘરામણી કરી હતી. વલસાડનાં વાપી, પારડી અને ધરમપુરમાં વરસાદી માહોલ છવાયો હતો. કપરાડામાં વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લાના ત્રણે તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સાથે જ સાબરકાંઠા જિલ્લાના જંગલોમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના લીધે હરણાવ નદીમાં નવા નીરની આવક થઈ હતી.

સૌરાષ્ટ્રમાં લગભગ છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રાહયો છે. જ્યારે આજે ઉનાના ગ્રામ્ય પંથકમાં મેઘારાજાનું ફરીવાર આગમન થયું છે. ગીર ગઢડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જામવાળા ગામે ગાજવીજ સાથે વરસાજ શરૂ થયો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનું માહોલ છવાયો છે. સાથે અમરેલીના સાવર કુંડલા, રાજુલા, ખાંભા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બોટાદ જીલામાં પણ સારો વરસાદ પડ્યો છે. બોટાદ, બરવાળ, સ્વામીના ગઢડામાં વરસાદ નોંધાયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો