વિદ્યાર્થીઓ માટે રાહત: મેડીકલ અને ડેન્ટલ માટે NRI કવોટામાં પણ પ્રવેશ અપાશે
અમદાવાદઃ ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ કૉલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી 1951 બેઠકમાં પ્રવેશ માટેના બીજા રાઉન્ડનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યા બાદ 42 વિદ્યાર્થીઓએ પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. આ સિવાય 1075 નોન રિપોર્ટેડ બેઠક અને NRI ક્વોટા સહિતની 834 કન્વર્ટ થનાર બેઠકમાં પ્રવેશ આપવામાં આવશે. મેડિકલ અને ડેન્ટલ કોર્સિસની સરકારી અને ખાનગી કોલેજની બેઠકો પર એડમિશન માટે લાયકાત ધરાવતાં અને મેરિટમાં સામેલ હતા એવા વિદ્યાર્થીઓ માટે બીજા રાઉન્ડની ચોઈસ ફિલીંગનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
26મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારો ચોઈસ ફિલીગં
એડમિશન કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, 26મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારો ચોઈસ આપી શકશે. બીજા રાઉન્ડમાં કુલ 1851 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવશે. જેમાં MBBSની 486 નોન રિપોર્ટેડ, 14 બેઠક રદ અને 680 એનઆરઆઈ અને પી ડબલ્યુ પી નોન-કન્વર્ટેડ એમ કુલ 1180 બેઠકમાં પ્રવેશ ફાળવવામાં આવશે.
ડેન્ટલમાં 589 નોન રિપોર્ટેડ, 28 બેઠક રદ અને 154 એનઆરઆઈ અને પી ડબલ્યુ પી નોન-કન્વર્ટેડ એમ કુલ 771 બેઠકમાં પ્રવેશ ફાળવવામાં આવશે. મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે રાજ્યમાંથી રજિસ્ટ્રેશન કરાવેલા વિદ્યાર્થીઓ પૈકી 22862નો મેરિટમાં સમાવેશ કરાયો હતો. મેરિટમાં સમાવાયેલા વિદ્યાર્થીઓ પૈકી 17029 વિદ્યાર્થીઓએ તેઓની પસંદગીની ચોઇસ ભરી હતી. પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડમાં MBBSમાં 5893 અને BDSમાં 1095 બેઠક ૫૨ પ્રવેશ ફળવાયો હતો. પ્રથમ રાઉન્ડમાં 5883 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા મેડિકલ અને ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડના અંતે 1075 બેઠક નોન રિપોર્ટેડ રહી છે. જોકે પ્રવેશ મળ્યો હતો, એ પૈકીના 42 વિદ્યાર્થીએ પ્રવેશ રદ કરાવ્યો છે. એ સિવાયની 834 બેઠક કન્વર્ટ થતાં બીજા રાઉન્ડની ચોઈસ ફિલીંગમાં કુલ 1951 બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે.