આપણું ગુજરાત

સ્લમ સંદર્ભે મીડિયાનાં તીખા, સ્પષ્ટ પ્રશ્નો,RMC કમિશ્નર આનંદ પટેલનાં “ડીપ્લોમેટીક” જવાબો.

છેલ્લા ચાર પાંચ દિવસથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચર્ચાના ચકડોળે ચડ્યું છે શરૂઆતમાં ઝૂંપડપટ્ટી આવાસ યોજના અંતર્ગત બે કોર્પોરેટરના પતિદેવોની કળા વિશે ચર્ચાઓ થઈ આવેદનો અપાયા અને તે મુદ્દે તપાસમાં વિપક્ષોના આક્ષેપો સાચા પડ્યા. ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે હવે ખરેખર વાતાવરણ ગરમાયું હોય તેવું લાગે છે કારણ કે વિપક્ષ અચાનક જાગૃત થઈ અને સણસણતા સવાલો કરવા માંડ્યું છે.

ગઈકાલથી સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને કોર્પોરેટર ના પતિદેવોએ ભાડે ઓડિયો આપી અને નિયમોનો સરેઆમ ભંગ કર્યો છે વળી સરકારી જમીનમાં ગેરકાયદે ભાડા ઉઘરાવવા કે નાણાકીય વિનિમય કરવો તે લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનાઓ અંતર્ગત આવી શકે છે તેવું જાણવા મળ્યું છે.


આ સંદર્ભે કમિશનર આનંદ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં અંદાજિત 135 જેટલા સ્લમ એરીયા આવેલા છે અને રાંદરડા તળાવ તથા લાલ પરી તળાવ નજીક સલ્મ વિસ્તાર બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ વિપક્ષો અને મીડિયા જે સવાલો કરી રહ્યું છે તે સંદર્ભે વધુમાં કમિશનરે જણાવ્યું હતું કે અમે એક તપાસ સમિતિની નિમણૂક કરી છે અને આવતીકાલ સુધીમાં તેનો રિપોર્ટ આવશે અંદાજિત 300 થી 350 મકાનો ચોપડા કે ધંધાકીય બાબતોના મકાન ખડકાઈ ગયા છે બહારથી આવી અને વસ્યા હશે તો તેમના માટે આવાસ યોજના અંતર્ગત નિર્ણય લેવામાં આવશે પરંતુ જો કોઈ તેમાં નાણાકીય વિનિમય કરતું હશે એટલે કે ઓરડિયો ભાડે આપી હશે અને તેનું ભાડું ઉઘરાવવાતું હશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયાએ પૂછ્યું હતું કે આશ્રમ વિસ્તાર જ્યારે બની રહ્યો હતો લોકો એમાં રહેવા આવી રહ્યા હતા ત્યારે કોર્પોરેશનના કોઈ અધિકારીની એ જવાબદારી ખરી કે નહીં કે યોગ્ય તપાસ કરે જે સંદર્ભે કમિશનર આનંદ પટેલે ગોળ ગોળ જવાબો આપ્યા હતા અને તપાસ સમિતિનું ગાણું ગાયું હતું. લોકો ખેંચી રહ્યા છે કે આ સંદર્ભે કોર્પોરેશનના જે તે વિસ્તારના અધિકારીઓ હોય તેમના પ્રત્યે પણ કૂણું વલણ ન રાખતા કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં તંત્ર એલર્ટ રહે.

જોકે ભારતીય જનતા પક્ષ શિસ્તમાં માનવા વાળો પક્ષ છે તેવું પ્રસ્થાપિત કરવા હાલતો બંને કોર્પોરેટરોને છ વર્ષ માટે પક્ષમાંથી બળ તરફ કરવામાં આવ્યા છે. આમ ચૂંટણી પહેલા નો માહોલ જામતો જાય છે વિપક્ષ અચાનક હરકતમાં આવી ગયો હોય એવું લાગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button