માયાભાઈ આહીરની ચાલુ ડાયરાએ તબિયત લથડી, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

અમદાવાદઃ ડાયરાકિંગ (dayra king) તરીકે જાણીતા માયાભાઈ આહીરની (mayabhai aahir) ગઈકાલે રાત્રે ડાયરામાં જ તબિયત લથડી હતી. કડીના ઝુલાસણ ગામમાં તેમના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચાલું ડાયરા દરમિયાન માયાભાઈની તબિયત લથડી હતી. તેમને છાતીમાં દુખાવો થતાં અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તબિયત લથડતાં શું બોલ્યા માયાભાઈ આહીર
ચાલુ ડાયરામાં કહ્યું હતું કે, મારા જીવનમાં પહેલી વખત તબિયત આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે આવ્યો છું અને મારો કોઈ એવો ઇરાદો નથી કે હું અહીંથી નીકળી શકું. પરંતુ આપ બધાને, દાતાઓને, તમામ વડીલોને પ્રણામ કરું છું. પરમ દિવસે CM સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે બધી રાસગરબાની વાત છે અને બધા જ રાસ ગરબા રમજો. અને તમામ વડીલોની ક્ષમા માંગુ છું, ક્ષમા કરજો.
Also read: હવે આ બે લોકડાયરા કલાકારો પર હિન્દુ-દેવી દેવતાના અપમાનના આક્ષેપો
માયાભાઈએ હૉસ્પિટલમાંથી ચાહકોને શું આપ્યો મેસેજ
હૉસ્પિટલમાં વિવિધ ટેસ્ટ બાદ માયાભાઈ આહીરે વીડિયો મેસેજ મોકલ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, જય સિયારામ, આપણે એકદમ રેડી છીએ. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ માયાભાઈ આહીરના પુત્રના લગ્ન થયા હતા. જેમાં ગુજરાતના દિગ્ગજ કલાકારો સાથે સંગીતની મજા માણતા પણ અનેક વીડિયો વાયરલ (viral video) થયા હતા. જેમાં તેઓ ખૂબ જ ગરબા રમતા પણ નજરે પડ્યા હતા.