ગુજરાતમાં માવઠાનો માર: ચોમાસાની યાદ અપાવે એવાં પાણી ભરાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ખેતરમાં રહેલા તૈયાર પાકને આ વરસાદથી ભારે નુકસાન થયું છે. કપાસના પાકમાં ખેતરમાં રહેલા તૈયાર પાકને ખેડૂતો લે તે પહેલા જ વરસાદે ભારે નુકસાન થયું છે. કપાસના જિંડવા પલળી જવાની સાથે કપાસ ખેતરમાં આડો પડી ગયો છે. બીજી બાજું સતત બીજા દિવસે રાજ્યના અનેક શહેરો અને જિલ્લાના ખેતરો કમોસમી વરસાદના પાણીથી ભરાયેલા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં અને શહેરોમાં રવિવારે પડેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ ખેતરો પાણીથી ભરાયેલા છે જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. બીજી બાજુ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, જામનગર, રાજકોટ સહિતના સિટી વિસ્તારોમાં પણ જાહેર રસ્તાઓ પર કમોસમી વરસાદના પાણી ભરાયેલા સતત બીજા દિવસે પણ જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરના જોધપુર ગામ વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં મનપાની બેદરકારી જોવા મળી હતી. સ્થાનિક વિસ્તારમાં આવેલા વોટર પંપિંગ સ્ટેશનમાંથી પાણી ઓવરફ્લો થવાની ઘટનાને પગલે વ્રજભૂમિ એપાર્ટમેન્ટની દીવાલ ઘસી પડતાં એપાર્ટમેન્ટમાં રહેતા ૨૦૦ લોકોના જીવ પડીકે બંધાયા હતા. સ્થાનિક લોકોએ અમદાવાદ ફાયરબ્રિગેડને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું અને આખરે એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ભરાયેલા સાત ફૂટ પાણીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીં એપાર્ટમેન્ટમાં ૪૦ પરિવાર એટલે કે ૨૦૦ લોકોની ચિંતા વધારી છે. બીજી તરફ, સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા. ઉ