મૌલવી મહંમદ સોહેલ અબુબકરને સુરતની કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે 11 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
સુરત: દેશના હિન્દુવાદી નેતાઓ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના (BJP)ના નેતાઓની હત્યાનું ષડયંત્ર રચના આરોપી મોહમ્મદ સોહેલ મૌલવી અબુબકર ટીમોલની સુરતમાંથી ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને સુરતની કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. સુરત કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત DCB પોલીસે મૌલવીના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
આરોપી મોહમ્મદ સોહેલ મૌલવી અબુબકરે ભાજપ નેતા નુપુર શર્મા ( Nupur Sharma ) ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહ અને હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા ને મારવા માટે ષડયંત્ર કર્યું હતું. તેના મોબાઈલ ચેટ પરથી અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.
મૌલવીએ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા, હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા સિંહ અને નુપુર શર્મા જેવા આ તમામ લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું આ મૌલવીએ પાકિસ્તાન વિયતનામ ઇન્ડોનેશિયા નેપાલ સહિતના લોકોના સંપર્કમાં રહીને તેમને ધમકી અને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ખાસ તો મૌલવી સોહેલ અબુબકર પાકિસ્તાનના હેન્ડલર ડોગરભાઈ અને નેપાળના શહેનાઝ નામના શખ્સના સંપર્ક માં હતો.
ઉલ્લેખનીય છે કે મૌલવી સોહેલ અબુબકર ટિમોલ સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલી એક મદ્રેસામાં મૌલવી તરીકે બાળકોને ભણાવે છે, તે મુળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો રહેવાસી છે અને ઘણા સમયથી સુરત જિલ્લાના કઠોળ ગામ ખાતે આવેલા મદરેસામાં તાલીમ આપે છે તેણે ‘આલીમ’ ની પદવી પણ મેળવી છે. આ ઉપરાંત તે લસકાણા ખાતે આવેલા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી પણ કરે છે.