આપણું ગુજરાત

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાની મુંબઇથી ઘરપકડ

ગુજરાત એટીએસ અમદાવાદ લાવ્યા બાદ જૂનાગઢ જવા રવાના

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ ગુજરાત એટીએસ મુંબઇમાંથી મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી હતી. સલમાન અઝહરીને ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. મૌલાનાના સમર્થકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો હતો. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાં જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસ મુફતી સલમાન અઝહરીને સોમવારે અમદાવાદમાં એટીએસના હેડક્વાર્ટર લાવી હતી. અહીંથી ટીમ ચેન્જ કરી મુફતી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવા રવાના થઈ હતી.
જૂનાગઢમાં મૌલાના ભડકાઉ ભાષણ મામલે એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ગત 31મી જાન્યુઆરીના નરસિંહ સ્કૂલના મેદાનમાં નશામુક્તિના નામે 8થી 10 વાગ્યા સુધીના કાર્યક્રમ માટે લાઉડ સ્પીકર માટેની મંજૂરી માગવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નશામુક્તિ અને સામાજિકરણની મંજૂરી લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકો દ્વારા મુંબઈથી મૌલાના સલમાન અઝહરીને બોલવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મૌલાનાએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વયમન્સ્ય ફેલાય, તંગદીલી ઊભી થાય અને રાગદ્વેષ ઊભા થાય તેવા પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને પગલે તાત્કાલિક ધોરણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે આ કાર્યક્રમના સ્થાનિક આયોજક મહમંદ યુસુફ મલેક, અઝીમ ઓડેદરાને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા અને બીજા આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એટીએસની અને જૂનાગઢની ટીમ દ્વારા આરોપી મૌલાના સલમાન અઝહરીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યા છે અને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને મુંબઈથી જૂનાગઢ લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ભડકાઉ ભાષણ મામલે તપાસ જૂનાગઢ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જૂનાગઢ એલસીબી દ્વારા આરોપીને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢની જનતા ક્યાંય એકઠી ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા પોલીસ વાહન ચેકિગ અને તકેદારી હાથ ધરવામાં આવી છે. આ મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ દ્વારા મહારાષ્ટ્ર એટીએસની મદદથી સલમાન અઝહરીને ઘાટકોપર ખાતેના તેના નિવાસસ્થાનેથી ઝડપી લઈ સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસને જાણ કરીને ગુજરાત પોલીસ અઝહરીને ગુજરાત લાવી છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો