સુરત એરપોર્ટ પર ગજબનું ગોલ્ડ સ્મગલિંગ; દુબઈથી આવેલી મહિલા પાસેથી 41 લાખનું સોનું જપ્ત

સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પરથી 41 લાખ રૂપિયાના સોના સાથે એક મહિલાને ઝડપી લેવામાં આવી છે. બુધવારે જ શારજાહથી આવેલી મહિલા પાસે સ્કેનરમાં કઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી અને આ બાદ તેને ચેક કરવામાં આવી હતી. તમ કેપ્સ્યુલમાં 500 ગ્રામ સોનું મળી આવ્યું હતું.
મહિલાએ બંને કેપ્સ્યુલ તેના પ્રાઇવેટ પાર્ટમાં છુપાવી હતી. આ મહિલા ચારેક મહિના પહેલા 4 વખત દુબઈ ગઈ હતી. કસ્ટમ અને DRI વિભાગને એક મહિલા દુબઈથી આવતી ફ્લાઇટમાં સોનું સાથે લાવી રહી હોવાની બાતમી મળી હતી. આહી બંનેએ સાથે મળીને તપાસ કરીને મહિલાની અટકાયત કરવામાં આવી હતી. જ્યાં મહિલાને એકસરે કરવાનું કહેવામાં આવતા મહિલાએ તેની આનાકાની કરી હતી, આથી આખો વિવાદ જજના બંગલા સુધી પહોંચ્યો હતો.
જજની પરવાનગી બાદ મહિલાને એક્સરે માટે લઈ જવાઈ હતી. મહિલાએ પોતાના શરીરના ભાગોમાં સોનું છુપાવ્યા હોવાની વિગતો સામે આવતી હતી. એક્સ રે કરવામાં આવતા મહિલાના પ્રાઇવેટ પાર્ટમાંથી સોનાની કેપ્સ્યુલ મળી આવી હતી. જેને પિગાળવામાં આવતા 550 ગ્રામ સોનું મળ્યું હતું. જેની કિંમત 41 લાખ રૂપિયા છે.