સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યનો સામૂહિક આપઘાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટના અંગે એસીપીએ જણાવ્યું હતુ કે, આ બનાવ મોડી રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હોવાનું અનુમાન છે. સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ બનાવ બન્યો છે. રાત્રે તેના ભાઈને ગળેફાંસો ખાતો વોટ્સએપ પર ફોટો મોકલી આપ્યો હતો અને સાસુને ત્રણ વાગ્યા પછી સોરી અમ્મા લખેલો વોટ્સએપ પર મેસેજ મોકલી આપ્યો હતો. સવારે તેના ભાઈને મેસેજ જોતા પહેલા ફોન કર્યો હતો. પરંતુ ભાઈએ ફોન રિસીવ ના કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. સવારે ઘરે દોડી આવીને જોયું તો તેમના ભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા અને તેના ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા. જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો. આ સમગ્ર બનાવવાની જાણ થતા તેમણે પોલીસને કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચ્યા પ્રાથમિક તપાસમાં મહિલાનું ઓશીકા વડે મોઢું દબાવ્યું હોય અથવા તો કોઈ દવા આપી હોય, જ્યારે બાળકને પણ દવા આપવામાં આવી હોય એવું પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર બાબત સ્પષ્ટ થશે. આપઘાત કરનાર યુવક પાસેથી ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે તેમાં માત્ર તેનો મોબાઈલ નંબર અને પાસવર્ડ જ લખવામાં આવ્યો છે. પોલીસને એક જ વીડિયો તેના મોબાઈલમાંથી મળ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે મને મારા ભાઈ બોલાવતા નથી, મને કોઈ સામાજિક પ્રસંગમાં ગણતા નથી જેનું મને દુ:ખ છે. મૃતકોમાં સોમેશ ભિક્ષાપતી (ઉ.વ.38), તેની પત્ની નિર્મલ અને તેમનો દીકરો દેવઋષિ ઉં.વ.7નો સમાવેશ થાય છે. સામૂહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઉ