ભાણવડના ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોનો સામુહિક આપઘાત

ભાણવડ: દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે સામૂહિક આપઘાતનો ચકચારી બનાવ સામે આવ્યો છે. ગામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. જો કે આપઘાતનું કરણ હજુ પણ અકબંધ છે. જો કે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ મોડપર અને હાલ જામનગર રહેતા ધુંવા પરિવારના ચાર સભ્યોએ સામુહિત આત્મહત્યા કરી લેતા ભારે ચકચારી મચી ગઇ છે. ધારાગઢ ગામ પાસે રેલવે ફાટક નજીક આ ઘટના બની છે. મૃતકોની ઓળખ અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉંમર 42) તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 42) તેમનો પુત્ર જીજ્ઞેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉંમર 20) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 18) તરીકે થઈ છે.
જો કે સામૂહિક આપઘાત પાછળનું કરણ હજુ પણ અકબંધ છે. ધારાગઢ ગામ પાસેથી મૃતદેહો મળી આવતા ભાણવડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
એક જ પરિવારના ચારે સભ્યોનો મૃતદેહ ખુલ્લા વિસ્તારમાંથી મળી આવ્યો હતો અને આ બનાવથી ભારે ચકચારી મચી જવા પામી છે. ચારે સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા શોકનું વાતાવરણ સર્જાયું છે.