Masali: India’s First Solar Village Near Pakistan Border

બનાસકાંઠાનું મસાલી બન્યું દેશની સરહદ પરનું પ્રથમ સોલાર ગામ, પાકિસ્તાન માત્ર આટલું જ છે દૂર…

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાનું મસાલી ગામ દેશની સરહદ પરનું પ્રથમ સોલર ગામ બન્યું છે. આશરે 800 ગામની વસતી ધરાવતા આ ગામમાં 119 મકાન પર સોલર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. આ ગામથી પાકિસ્તાનની સરહદ માત્ર 40 કિલોમીટર દૂર છે.

આ યોજનાને પૂરી કરવા માટે 1.16 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખ રૂપિયાની સબ્સિડી, 20.52 લાખ રૂપિયાનું જાહેર ભંડોળ અને 35.67 રૂપિયા સીએસઆર અંતર્ગત આપવામાં આવ્યા છે. ગામને હાલ 225.5 કિલોવોટ વીજળી મળી રહી છે. જે દરેક ઘરની જરૂરિયાતથી વધારે છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ GIDCને જમીન ફાળવણીની નીતિમાં સુધારો

ગુજરાત સરકારે જણાવ્યું કે, પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજના અંતર્ગત 1 કિલોવોટથી લઈ 3 કિલોવોટ સુધીની મોટી સિસ્ટમ સુધી સબ્સિડી આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ દેશમાં રિન્યુએબલ એનર્જીનો વધારે ઉપયોગ અને પર્યાવરણની રક્ષા કરવાનો છે.

ગામના સરપંચે શું કહ્યું

મસાલી ગામના સરપંચ મગનીરામ રાવલે જણાવ્યું કે, સોલર સિસ્ટમ લગાવ્યા બાદ ગામમાં વીજળીની સમસ્યા કાયમ માટે ખતમ થઈ ગઈ છે. હવે ગામ લોકોને વીજળી બિલ ભરવાની જરૂર પણ નથી.

ગુજરાત સરકારે શું કહ્યું

ગુજરાત સરકાર મુજબ, સરહદ વિસ્તારના 17 ગામને સંપૂર્ણ સોલાર ગામ બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. મસાલી ગામનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ મૉડલ બીજા ગામો માટે મિસાલ બનશે.

સંબંધિત લેખો

Back to top button