આપણું ગુજરાત

માવતરના મહત્વને લાંછન: નવસારીમાં TRB જવાને જ તેના દસ વર્ષના પુત્રની હત્યા કરી

નવસારી: ગુજરાતનાં નવસારીમાં TRB પોલીસ જવાન સંજય બારિયા પર પોતાના જ 10 વર્ષના પુત્રની હત્યા કરવાના આરોપ લાગ્યો છે. TRB જવાન તેમના પુત્રને સાથે લઈ ગયો હતો. જોકે સાંજ સુધી બંને પરત ન ફરતા તેમની પત્નીએ ગુમ થયાની ફરિયા નોંધાવી હતી પરંતુ પોલીસ તપાસમાં આ મામલાને લઈને ચોંકાવનાર ખુલાસા સામે આવ્યા છે.

જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે બારિયાએ શનિવારે બપોરે લગભગ પોણા ચાર વાગ્યા આસપાસ તેની પત્નીને ફોન કરીને તેના પુત્ર વિશે જાણ કરી હતી. કોલમાં તેની ઓટણીને કહ્યું હતું કે જો વંશ જોઈતો હોય તો ટ્રાફિક ભવનના સ્ટોર રમ પર પહોંચી જા. પોલીસ આ બાબતે જણાવ્યું હતું કે હાલ આરોપી ફરાર છે અને તેને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે સંજયના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે તેમના પતિ તેના પુત્રને સાથે લઈ ગયો હતો. જો કે ત્યારબાદ તેનો મોબાઈલ બંધ આવી રહ્યો હતો. તે બાઇક છોડીને નીકળી ગયો હતો.

એફઆઇઆર અનુસાર આરોપી શનિવારે બપોરે તેની પત્નીને ફોન કર્યો હતો અને તેમાં તેના દીકરાના કહું થયા હોવાના સમાચાર આપ્યા હતા. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે મૃતદેહ પાસે તપાસ અર્થે પહોંચ્યા હતા ત્યારે છોકરાના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા અને તેના ગળામાં પણ દોરડું બાંધેલું હતું. આ બાદ IPCની કલમ 302 અનુસાર હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગ્રવાલે કહ્યું હતું કે આ કેસનો આરોપી હજુ પણ ગુમ છે અને પોલીસકર્મીનું પણ મોત થયું હોવાની આશંકા છે. હવે આ મામલે મહત્વના ખુલાસા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button