આપણું ગુજરાત

ઉડતા ગુજરાત – કચ્છના જખૌ પાસેથી મરીન પોલીસને ચરસના બિનવારસુ ૯ પેકેટ મળ્યા

સરહદી જિલ્લા કચ્છના સંવેદનશીલ સાગરકાંઠા પરથી વીતેલા ચાર-પાંચ દિવસ દરમ્યાન દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓને કરોડોની કિંમતના બિનવારસુ કેફી પદાર્થોના સેંકડો પડીકાઓ મળી આવ્યા બાદ વ્યાપક બનાવાયેલાં સર્ચ ઓપરેશન દરમ્યાન જખૌની મરિન પોલીસને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેના સિંઘોડી અને સૈયદ સુલેમાન પીર નજીકના સમુદ્રકાંઠેથી નવ જેટલા બિનવારસુ ચરસના પડીકાં મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે અને આ પ્રકારના સેંકડો ડ્રગ્સ હજુ આ સંવેદનશીલ વિસ્તારમાં હોવાની શંકાના આધારે સમગ્ર વિસ્તારને કોમ્બિંગ કરી સ્થાનિક પોલીસ તેમજ સૈન્યના ઉચ્ચ અધિકારીઓએ સર્ચ અભિયાન વધુ તેજ બનાવી દીધું છે.

દેવભૂમિ દ્વારકાના દરિયામાંથી 42 લાખનું ચરસ પકડાયું

આ અંગે જખૌ મરિન પી.એસ.આઇ એચ.ટી.મઠીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના પ્રમાણે તેમની ટુકડી પાકિસ્તાનની સમુદ્રી સીમા નજીક આવેલા સૈયદ સુલેમાન પીર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આશરે ૧૧૦૦ ગ્રામ વજનના સિલ્વર રંગના અગાઉ મળેલાં ચરસનાં પેકેટ જેવાં ડેલ્ટા કોફી અને મોટા અક્ષરમાં પ્લેટિનમ ચીતરેલા ચરસના પાંચેક કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા વધુ નવ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button